તુનિષાની આત્મહત્યાની 15 મિનિટ પહેલાના દાવા પર તુનિષા શર્માના વકીલે કહી મોટી વાત, ચોંકી ઉઠશો ખરેખર

તુનિષા શર્મા આત્મહત્યા કેસ હાલ ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. અભિનેત્રીએ 24 ડિસેમ્બર 2022ના રોજ અલી બાબા: દાસ્તાન એ કાબુલ શોના સેટ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

તે બાદ અભિનેત્રીની માતાએ તેના એક્સ બોયફ્રેન્ડ અને તેના કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાન પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. તે બાદ પોલિસે શીઝાનની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધી શીઝાન ખાન જેલમાં બંધ છે. શીઝાનની જામીન અરજી પર સુનાવણીઓ થઇ રહી છે.

9 જાન્યુઆરીના રોજ પણ આ કેસમાં શીઝાનની જામીન અરજી પર સુનાવણી થઇ હતી, જે કોર્ટે 11 જાન્યુઆરી સુધી સ્થગિત કરી હતી. ત્યારે આ દરમિયાન મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શીઝાનના વકીલે કોર્ટમાં જણાવ્યુ અને દાવો કર્યો કે, તુનિષાએ 15 મિનિટ પહેલા અલી નામના છોકરા સાથે ડેટિંગ એપ ટિંડર પર વાત કરી હતી.

બંનેની વાતચીત વીડિયો કોલ દ્વારા થઇ હતી. તેમની મુલાકાત ડેટિંગ એપ પર થઇ હતી. અભિનેત્રી અલી સાથે 21 અને 23 ડિસેમ્બરના રોજ કથિત રીતે કોન્ટેક્ટમાં હતી. આ પર તુનિષાના વકીલે ચોંકાવનારું નિવેદન આપ્યુ, જે અનેક સવાલ ઊભા કરે છે.

તુનિષા શર્માના પરિવારના વકીલે સુનાવણી બાદ મીડિયા સાથે વાત કરી. તેમણે ડેટિંગ એપ વાળી વાત પર સવાલ કર્યા અને ફરીથી શીઝાન ખાનને શકના દાયરામાં ઊભો કરી દીધો. તેમણે કહ્યુ કે, જો શીઝાન ખાને તેના વકીલને આ જણાવ્યુ છે તો જણાવો કે પહેલી ચર્ચામાં તો શીઝાન ખાને એવું કહ્યુ હતુ કે,

તે રૂમમાંથી ચાલ્યો ગયો હતો.જ્યારે તે બહાર આવી ગયો ત્યારે તુનિષાએ 15 મિનિટ અલી સાથે વાત કરી હતી. તો આ વાત શીઝાનને કેવી રીતે ખબર પડી ? કારણ કે ત્યાં સુધી તો તુનિષા મરી ચૂકી હતી. આ તેની કોર્ટમાં ચર્ચા છે ? તુનિષા શર્માના વકીલે આગળ કહ્યુ કે, 45 મિનિટ તે બંને મેકઅપ રૂમમાં હતા. કોર્ટમાં કહી રહ્યા છે કે શીઝાન રૂમ છોડી ચાલ્યો ગયો હતો, તો તેને કેવી રીતે ખબર કે તુનિષા 15 મિનિટ અલી સાથે વાત કરી હતી ઓડિયો કોલ કે વીડિયો કોલ પર ?

હવે તો સૌથી મોટો શક એ થઇ રહ્યો છે કે શું ખબર તુનિષા ગાડીમાં બેસી હતી તો તેણે શીઝાન સાથે વાત કરી હતી.જ્યારે તે ઉઠાવી તેને લઇ ગયો હતો. અત્યાર સુધી અમને આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો હતો, હવે હત્યાનો શક પેદા કરે છે. જણાવી દઇએ કે, શીઝાન ખાનના નિર્દોષ હોવાનો દાવો કરતા વકીલે જીયા ખાન કેસનું ઉદાહરણ આપ્યુ.

કહ્યુ કે, 2013માં અભિનેત્રીની મોત થઇ હતી અને આ કેસમાં સૂરજ પંચોલી પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લાગ્યો હતો, પણ બાદમાં તેને જમાનત મળી ગઇ હતી. આવી રીતે આ મામલામાં પણ કોર્ટ આવું કરે, પણ કોર્ટે 11 જાન્યુઆરી સુધી આ જમાનત અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી. ઉલ્લેખનીય છે કે, તુનિષાએ ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ સહિત કેટલાક ટીવી શોમાં કામ કર્યુ હતુ. તેણે ફિતૂર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ. તેના મોત સમયે તે ટીવી શો ‘અલી બાબા: દાસ્તાન એ કાબુલ’નું શુટિંગ કરી રહી હતી.

Shah Jina