ખૂબ જ નાની ઉંમરે મોતને વ્હાલુ કરી દેનાર અભિનેત્રી તુનિશા શર્માના કાકાએ કર્યો મોટો દાવો, કો-સ્ટાર શીઝાન ખાન….

ખાને કરેલા દગાથી હેરાન પરેશાન હતી આત્મહત્યા કરવા વાળી તુનિશ, અંકલને ફોન કરીને કહ્યું હતું કે….

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના આપઘાતના સમાચારે મનોરંજન જગતને ચોંકાવી દીધું છે. અભિનેત્રીના ચાહકો હજુ પણ આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી. તુનિષાના મિત્રો અને પરિવારજનો આઘાતમાં છે. 20 વર્ષિય અભિનેત્રીએ તેના શો અલીબાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર મેકઅપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી.

પુત્રીના મૃત્યુ અંગે, તુનીષાની માતાએ શીઝાન ખાન કે જે તેનો કો-સ્ટાર છે તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે. આ આરોપો પછી, મુંબઈ પોલીસે અભિનેતાની પૂછપરછ કરી અને પછી કલમ 306 હેઠળ કેસ નોંધ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી. આ બધાની વચ્ચે હવે તુનીષાના કાકાનું નિવેદન પણ સામે આવ્યું છે. રવિવારે અભિનેત્રીના મોત વિશે વાત કરતા તેના કાકાએ કહ્યું, ‘તે છેલ્લા ઘણા દિવસોથી તણાવમાં હતી.

તે સામાન્ય રહેવા માંગતી હતી પણ કેટલીક વસ્તુઓ તેને અંદરથી ખાઈ રહી હતી. જેના કારણે 10 દિવસ પહેલા તેને એન્ઝાઈટી એટેક આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યુ કે, ‘તુનીષા ગર્ભવતી નહોતી. જ્યારે તે લદ્દાખ પ્રવાસે ગઇ ત્યારે તેની અને શીઝાન વચ્ચે નિકટતા વધી હતી. બંને કલાકો સુધી એકબીજા સાથે વાતો કરતા. દર બીજા દિવસે તુનીષા શીઝાનના ઘરે જયા કરતી હતી.

શીઝાનનો પરિવાર પણ તુનીષાને ઘણો પ્રેમ કરતો હતો, પરંતુ જ્યારે તેને એન્ઝાઇટી એટેક આવ્યો ત્યારે અમને ખબર પડી કે શીઝાન તેની સાથે દગો કરી રહ્યો છે. લગભગ 16 ડિસેમ્બરની વાત છે, તુનિષા સેટ પર શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી. સેટ પર હાજર લોકો તેને બોરીવલીની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે તે એક જ વાત કહેતી હતી કે, ‘તેણે મારી સાથે દગો કર્યો છે, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે.’ ત્યારબાદ તેની માતાએ પણ શીઝાનને સમજાવ્યું હતું કે તે આવું ન કરે.

જ્યારે તે સંબંધ રાખવા માંગતો ન હતો ત્યારે તે શા માટે આટલો નજીક આવ્યો ? અમે કહીએ છીએ કે આ કેસમાં જે પણ દોષિત છે તેને સજા મળવી જોઈએ. તુનીષાના અંતિમ સંસ્કાર અંગે કાકાએ જણાવ્યું કે અભિનેત્રીની માસી ઈંગ્લેન્ડમાં છે. તેથી તેના આવ્યા બાદ 27 ડિસેમ્બરે તુનીષાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જણાવી દઇએ કે, પોલીસે શીઝાનની સાત દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ માત્ર ચાર દિવસની જ કસ્ટડી મળી. પોલીસે કોર્ટને કહ્યું કે તેમને શીઝાનની પૂછપરછ કરવા માટે પૂરતો સમય મળી શક્યો નથી.

આ મામલે આરોપીની વધુ પૂછપરછ કરવાની છે. આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો નથી. પોલીસને તપાસ માટે સમયની જરૂર છે. કેસમાં વધુ લોકોના નિવેદન નોંધવાના છે. મુંબઈના એસીપીના જણાવ્યા અનુસાર તુનીષા અને શીઝાન વચ્ચે અફેર હતું. બંનેનું 15 દિવસ પહેલા બ્રેકઅપ થયું હતું.તુનીષાના કાકા પવન શર્માએ ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યુ કે, તુનીષા અને શીઝાન વચ્ચે ઘણા સમયથી સમસ્યા ચાલી રહી હતી.

તે અંગે કંઈ થયું છે કે કેમ તે જાણી શકાયું નથી. શું શીઝાને તેને કોઈ પ્રકારે ટોર્ચર કરી હતી તેના જવાબમાં પવન શર્માએ કહ્યું કે આ વિશે વધુ માહિતી નથી. તુનિષા સાથે ફોન પર વાત કરતી વખતે તેમને ખબર પડી કે શીઝાનનો કોઇ અન્ય યુવતી સાથે સંબંધ છે. જો કે, શીઝાન અને તુનીષાનો અત્યારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો. શું ખરેખર આ આત્મહત્યા છે ?

આ પૂછવા પર પવન શર્માએ કહ્યું કે તે નથી જાણતા. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તુનીષાનું મોત થઈ ગયું છે. અમને ખબર નથી કે ત્યાં શું થયું અને શું નહીં. પોલીસે તુનીષાના મૃત્યુને આત્મહત્યા ગણાવી હોવાના સવાલ પર પવન શર્માએ કહ્યું કે પોલીસે હવે કોઈ નિષ્કર્ષ પર ન જવું જોઈએ.

અમે જે એફઆઈઆર નોંધાવી છે તેના આધારે તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. જોકે પોલીસની અત્યાર સુધીની તપાસથી તે સંતુષ્ટ છે. મુંબઈ પોલીસ આ મામલાની હત્યા અને આત્મહત્યા બંને એંગલથી તપાસ કરી રહી છે. સત્ય શું છે તે તપાસ બાદ જ બહાર આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો મુંબઈ પોલીસ આ મામલે યોગ્ય તપાસ નહીં કરે તો અમે ઈચ્છીએ છીએ કે તેને સીબીઆઈને સોંપવામાં આવે.

Shah Jina