શું તુનિષા પર ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ બનાવી રહ્યો હતો શિજાન ? શિજાને તુનિષાને થપ્પડ મારી, બુરખો પહેરવા દબાણ કરતો, તુનિષાની માતાનાએ જુઓ શું શું કહ્યું

થોડા દિવસ પહેલા જ ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે હવે તેના મોતના મામલામાં એક પછી એક નવા નવા રહસ્યો પણ સામે આવી રહ્યા છે. તુનિષાની માતા વનિતા શર્માએ એક્ટ્રેસના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવી રહી છે. અગાઉ તેની માતાએ શીજાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

હવે તુનીષાની માતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે શીજને બ્રેકઅપના દિવસે તેની પુત્રીને થપ્પડ મારી હતી. તુનીષાની માતાએ હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીની માતાએ કહ્યું, “હું સમજી શકતી નથી કે તે 15 મિનિટમાં (આત્મહત્યા પહેલા) શું થયું કે તેણે આ ભયાનક પગલું ભર્યું. તુનિષા આપઘાત ના કરી શકે.”

તુનિષાની માતાએ  આગળ જણાવ્યું કે, “તેમની વચ્ચે ઝઘડો થતો હતો. મારઝૂડ કરતા હતા. હું તેના વિશે કંઈ નથી કહી શકતી. પરંતુ જે દિવસે બ્રેકઅપ થયું, તેણે થપ્પડ મારી અને તે ખૂબ રડી. તેણે મને કહ્યું કે ‘મારો ઉપયોગ કરવામાં આવ્યો છે. મારી સાથે દગો કરવામાં આવ્યો છે.” તુનીષાની માતાએ આ કેસમાં શીજાનના પરિવારના સભ્યોને પણ આ મામલામાં આરોપી બનાવ્યા છે. આટલું જ નહીં, તેની માતાનો આરોપ છે કે શીજાન તેમની દીકરીનું ધર્મપરિવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Credit: ANI

વનિતા શર્માએ એવો દાવો પણ કર્યો છે કે આ હત્યાનો મામલો હોઈ શકે છે અને તે બીજા કોઈએ નહીં પણ શીજાને કરી હોઈ શકે છે. તેની પાછળ પણ અભિનેત્રીની માતાએ ચોંકાવનારું કારણ જણાવ્યું છે. તુનિષાની માટે કહ્યું કે, “તે આત્મહત્યાનો નહીં પણ હત્યાનો કેસ હોઈ શકે કારણ કે તે તેને રૂમમાંથી બહાર લઈ ગયો હતો પરંતુ એમ્બ્યુલન્સને બોલાવી ન હતી. શીજાન ખાન તુનીશા પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરી રહ્યો હતો.”

તેમને આગળ એમ પણ કહ્યું કે, “તે ઈચ્છતો હતો કે તુનીશા તેનો ધર્મ બદલે અને તેને હિજાબ પહેરવા માટે દબાણ પણ કરી રહ્યો હતો. આટલું જ નહીં, અગાઉ વનિતા શર્માએ આરોપ લગાવ્યો છે કે શીજાન તુનીશાને ઉર્દૂ પણ શીખવતો હતો. તમને જણાવી દઈએ કે, તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે પોતાના શોના સેટ પર ગળે ટુંપો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. અભિનેત્રીએ તેના કો-સ્ટાર શીઝાન ખાનના મેક-અપ રૂમમાં ફાંસી લગાવી લીધી, જેના પગલે તેની માતાએ અભિનેતા પર તુનીષાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો.

Niraj Patel