ખબર મનોરંજન

ગર્ભવતી હતી આત્મહત્યા કરનાર અભિનેત્રી તનિષા, શીજાન મોહમ્મદ ખાન સાથે હતું અફેર, એક ટીવી અભિનેત્રીએ કર્યો આવો દાવો

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુના ગઈકાલે આવેલા સમાચાર ને કારણે બધા ચોંકી ઉઠ્યા છે. ગઈકાલે આ ટીવી એક્ટ્રેસની લાશ સેટ પર ફાંસી પર લટકતી મળી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રી તુનિષાએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે પણ હવે મુંબઈ પોલીસે આ મામલે તુનિષાના પૂર્વ બોયફ્રેન્ડ અને અલી બાબા દાસ્તાન એ કાબુલ અલી સીરીયલ સ્ટાર શિઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે.

એટલું જ નહીં અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ શિઝાન વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.કહેવાય છે કે નાના પડદાની જાણીતી માત્ર ૨૦ વર્ષની અભિનેત્રી તુનિષા શર્મા તેના કો-સ્ટાર શિઝાન મોહમ્મદ ખાન સાથે રિલેશનશિપમાં હતી. શિઝાને રિસેન્ટલી જ અભિનેત્રી તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું.

આના લીધે અભિનેત્રી તુનિષા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને ત્યારબાદ ગઈકાલે શનિવારે 24 ડિસેમ્બરે તેણે સેટ પર જ ગળે ફાંસો લગાવી દીધો હતો. પોલીસે અભિનેત્રીના કો-સ્ટાર મોહમ્મદ ખાન વિરુદ્ધ વાલીવ પોલીસમાં FIR લખાવી છે અને હવે ખાનની ધરપકડ કરવામાં આવી છે. IPCકલમ 306, આત્મહત્યા માટે ઉશ્કેરણીને લઈને શિઝાન સામે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ મુંબઈ પોલીસ પાસેથી શેજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ રિમાન્ડ પણ માંગવામાં આવશે. અભિનેત્રીની આત્મહત્યાથી આખું ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડ્યું છે. તેના ફેન્સ પણ શોકમાં છે. તુનિશાએ આત્મહત્યા કર્યાના છ કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા હતા.

બધાના મનમાં એક જ સવાલ છે કે, આખરે છ કલાકમાં એવું તે શું થયું કે, તનિશાએ અંતિમ પગલું ભરી લીધું? તુનિષા શર્મા કેસમાં વળાંકઃ કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ, આજે કોર્ટમાં રજુ કરાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ઇન્ટરવ્યુમાં ‘મેડમ સર’ ફેમ અભિનેત્રી પ્રીતિ તનેજાએ દાવો કર્યો છે કે, તુનિષા અને શીજાન ઘણા ક્લોઝ હતા.

અભિનેત્રી શીજાન સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ શીજાન વારંવાર લગ્ન કરવાથી ના પાડતો હતો. ‘અલી બાબા દાસ્તાન એ કાબુલ’માં શો દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને રિલેશનશિપમાં પણ હતા. જો કે રિપોર્ટ્સ અનુસાર, થોડા ટાઈમ પહેલા જ કો એક્ટરે એક્ટ્રેસ તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી.

ફક્ત 20 વર્ષની તુનિષા આત્મહત્યા કરતા પહેલા એકદમ નોર્મલ અને કૂલ અંદાજમાં મેકઅપ કરાવી રહી હતી, પરંતુ મેકઅપ કરતા આર્ટિસ્ટ પાસે જે પણ કરાવી રહી હતી, તે થોડુ વિચિત્ર હતુ.હકીકતમાં આ ભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર 6 કલાક પહેલા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મેકઅપ કરાવતી જોવા મળી રહી છે.

મીડિયા સામે ACP ચંદ્રકાંત જાધવે કહ્યું, ‘PM રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીનું મૃત્યુ ફાંસીથી થયું હતું. લવ જેહાદ જેવી વાત હજુ સામે આવી નથી. કો સ્ટાર શીઝાન અને એક્ટ્રેસ તુનિષા રિલેશનશિપમાં હતા. થોડા દિવસ પહેલા બ્રેકઅપના લીધે અભિનેત્રીએ તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે.

હાલ તપાસ ચાલી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ સતત શીઝાન મોહમ્મદ ખાનની પૂછપરછ કરી રહી છે. હવે આ મેટરમાં આજે સન્ડે પોલીસ શીઝાન મોહમ્મદ ખાનને લઈને મુંબઈની વસઈ કોર્ટમાં હાજર થઈ હતી.

મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે પ્રારંભિક તપાસમાં ગર્ભવતી હોવાની વાતનો ઇનકાર કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, તુનિશાના pm રિપોર્ટમાં પ્રેગ્નન્સીના કોઈ પુરાવા મળ્યા નથી. કે કોઈ ઇજાના નિશાન મળ્યા નથી.