આત્મહત્યા પછી તુનિષા શર્માનો મિસ્ટ્રી બોય સાથે વીડિયો થયો વાયરલ, લોકોએ દિવંગત અભિનેત્રી પર ઉઠાવ્યા સવાલ….

તુનિષા શર્માની આત્મહત્યાએ તેના પરિવાર સહિત મિત્રોને તોડીને રાખી દીધા છે. ત્યાં તુનિષાના મોત મામલે રોજેરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. તુનિષાની મોત બાદ તેનો એક્સ બોયફ્રેન્ડ અને કો-એક્ટર શીઝાન ખાન જેલમાં છે. શીઝાન વિરૂદ્ધ અભિનેત્રીની માતાએ દીકરીને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો અને કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારથી શિઝાન પોલિસની ગિરફ્તમાં છે. પરંતુ હજુ સુધી એ ખુલાસો નથી થયો કે તુનિષાએ આખરે કેમ આત્મહત્યા કરી ?

આ બધા વચ્ચે તુનિષા આત્મહત્યા મામલે એક નવી પહેલી સામે આવી છે. તુનિષાનું રિલેશન શીઝાન સાથે હતુ અને બંને વચ્ચે બ્રેકઅપ થવાને કારણે અભિનેત્રી પરેશાન હતી. પણ તુનિષાનો એક મિસ્ટ્રી બોય સાથેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તુનિષા ગૌરવ ભગત નામના છોકરાની ઘણી ક્લોઝ નજર આવી રહી છે. બંનેની ક્લોઝનેસ બાદ તેમના સંબંધને લઇને સવાલ ઉઠી રહ્યા છે. જણાવી દઇએ કે, તુનિષાની મોત બાદ ગૌરવે તેને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તુનિષા અને ગૌરવ ઘણા ક્લોઝ જોવા મળી રહ્યા છે.

ત્યાં ગૌરવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયો અને લોકો કન્ફ્યુઝ થઇ ગયા કે આખરે તુનિષા શીઝાન સાથે રિલેશનશિપમાં હતી કે ગૌરવ ભગત સાથે. ગૌરવ ભગતે અભિનેત્રીની આત્મહત્યા બાદ 27 ડિસેમ્બરે આ વીડિયો પોસ્ટ કર્યો હતો. તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ- તમે હંમેશા ઇચ્છતા હતા કે હું આ રીલ એડિટ કરુ અને આખરે મેં આ કરી દીધુ પણ હું આજે તમને મિસ કરી રહ્યો છું.

તમે એક ખૂબસુરત રૂહ હતા, જે જલ્દી છોડી ગયા. મને ખબર છે કે આ રીલ જોઇ તમે હસી રહ્યા હશો અને કહી રહ્યા હશો કે શું વાત છે પુટ્ટુ છવાઇ ગયો. હું આશા કરુ છે કે તમને શાંતિ મળશે અને તમે રોજ યાદ કરવામાં આવશો. મારો ભાઇ ટુનુ..આ પહેલા ગૌરવે તુનિષાના બર્થ ડે પર પણ તેને ગળે લગાવતી એક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ હતુ- હેપ્પી બર્થ ડે તિશુ, તિશુ મોટો થઇ ગયો છે પણ મગજથી હજુ પણ એક પ્રેમાળ બાળક છે. મને ખબર છે કે તારો જન્મદિવસ છે, પણ આ મારી લાઇફનો સારો દિવસ પણ છે (તમે જાણો છો કેમ).

 

View this post on Instagram

 

A post shared by Gaurav (@gauravbhagatt)

હું થોડો દુખી છું કારણે આ દિવસને જીવનનો સૌથી સારો દિવસ બનાવવા માટે તમારા સાથે નથી. હું હંમેશા ઇન્ડિયા પરત આવવા માંગુ છુ અને તમને સરપ્રાઇઝ આપવા માગુ છુ પણ વસ્તુઓ બરાબર રીતે નથી થઇ અને અહીં હું એક પોસ્ટ પર લખી રહ્યો છું. તમે મારી લાઇફમાં અત્યાર સુધીની સૌથી સારી વસ્તુ છો અને હું ભગવાને પ્રાર્થના કરીશ કે તમને દુનિયામાં તે બધુ મળે જે તમે ઇચ્છો. કારણ કે તમે તે બધાના હકદાર છો. હું એ સુનિશ્ચિત કરીશ કે તમારા ચહેરા પર સુંદર મુસ્કાન હોય અને તમને તમારા જીવનના બધા પ્રેમાળ પળ મળે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav (@gauravbhagatt)

Shah Jina