તુનિષાની માતાએ શિજાન ખાનનો ભાંડો ફોડ્યો, કહ્યું કે તેણે મારી દીકરીનો યુઝ કર્યો, શિજાન એકસાથે અનેક યુવતીઓ સાથે રિલેશનશિપમાં

ગઈકાલે રવિવારે તુનીશા શર્માની આત્મહત્યાના સમાચાર આવ્યા અને આખી ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો. હવે આ કેસમાં ટીવી એક્ટર શીજાન ખાનની પોલીસે ધરપકડ કરી હતી અને તેને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યો હતો, હવે એક્ટરને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

શીજાને પોલીસને આપેલા પ્રારંભિક નિવેદનમાં એવું બહાર આવ્યું છે કે બંને કલાકારો એકબીજા સાથે સંબંધમાં હતા, આ સત્ય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ૨૦ વર્ષની એક્ટ્રેસ તુનીશા અને 28 વર્ષના શીજાન બંનેનો ધર્મ અલગ હતો અને ઉંમરમાં ખુબ જ મોટો તફાવત હતો, જેના લીધે બ્રેકઅપ થયું હતું. જોકે પોલીસ આ વાત માની રહી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, તુનીશાની માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 6 મહિના પહેલા શીજાન સાથેના સંબંધોને લઈને તુનીશા ખૂબ જ ખુશ હતી. તેણીએ તેને આ વાત પણ કહી હતી પરંતુ 15 દિવસ પહેલા શીજાન સાથે બ્રેકઅપ થયા બાદ તે ટેંશનમાં હતી.

હકીકતમાં ૨૦ વર્ષની એક્ટ્રેસ તુનિષાના ફેમીલીવાળા શીજાન પર એકસાથે ઘણી બધી ગર્લ્સ સાથે રિલેશન રાખવા અને દગો આપવાનો આરોપ લગાવી રહ્યાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અભિનેતા શીજાન તેનાથી બચવા માટે ઉંમર અને ધર્મનું બાનું કાઢી રહ્યો છે.

માત્ર ૨૦ વર્ષની આત્મહત્યા પછી હવે ખુબ સવાલો ઊભા થયા છે અને પોલીસ હવે આ કેસમાં હત્યા થઇ ગઈ છે કે આત્મહત્યા અંગે તપાસ કરી રહી છે. અભિનેત્રીની મમ્મીએ શો ‘અલીબાબા દાસ્તાને કાબુલ’ના કો-સ્ટાર એક્ટર શિજાન ખાનની ધરપકડ કરી હતી. તુનિષાના અંતિમસંસ્કાર 27 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. તુનિષાના સંબંધીઓ ચંદીગઢથી મુંબઈ આવ્યા છે.

વધુમાં અભિનેત્રીની માતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારી દીકરીના કો સ્ટાર શિજાને લગ્નનું વચન આપીને બ્રેકઅપ કર્યું હતું. આ પહેલાં પણ તેના કોઈ યુવતી સાથે રિલેશન હતો. આવું હોવા છતાંય એ એક્ટરે મારી દીકરી તુનિષા સાથે રિલેશન રાખ્યું. તેણે મારી દીકરીનો ત્રણ-ચાર મહિના યુઝ કર્યો. તો તુનિષાના કાકા પવન શર્માએ કહ્યું હતું કે તુનિષાએ થોડા દિવસ પહેલાં તેમને ફોન કર્યો હતો. તે ઘણી જ અપસેટ હતી. તેણે કહ્યું હતું કે તેની સાથે ખોટું થયું છે. તેને ચીટ કરવામાં આવી છે.

YC