તુનિષા શર્માના કાકાએ શીઝાન ખાનને લઇને કર્યો મોટો દાવો, કહ્યુ- 100% લવ જેહાદ

કાકાએ પૂછ્યુ- બ્રેકઅપ કરી લીધુ હતુ તો સાથે કેમ કરતા લંચ, 100% લવ જેહાદ- જાણો સમગ્ર મામલો

સોની સબ પર પ્રસારિત થતા ષો ‘અલી બાબા-દાસ્તાન-એ-કાબુલ’ દ્વારા લોકોમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી તુનીષા શર્માના મોતના મામલામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જણાવી દઈએ કે તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે તેના કો-સ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.

જે બાદ 27 ડિસેમ્બરે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તુનિષા શર્માના કાકા પવન શર્માએ તુનિષાના એક્સ બોયફ્રેન્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે. તુનિષા શર્માના કાકાએ કહ્યું કે પોલીસે આ મામલે લવ જેહાદના એંગલથી સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. તુનિષા શર્માના કાકાએ દાવો કર્યો છે કે તેનું મોત લવ જેહાદના કારણે થયું છે.

જણાવી દઈએ કે પોલીસે તુનિષાના આત્મહત્યાના કેસમાં તેના કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનને કસ્ટડીમાં લીધો છે. પવન શર્માએ કહ્યું- હું માનું છું કે આ મામલો 100% લવ જેહાદનો છે. મારી માંગ છે કે પોલીસે સમગ્ર મામલાની વિશેષ તપાસ કરવી જોઈએ. એટલું જ નહીં, પોલીસે આ કેસની અલગથી તપાસ કરવી જોઈએ.

અમને ખબર નથી કે તે આત્મહત્યા છે કે શું છે. અમારી પાસે આનું કોઈ વિડિયો રેકોર્ડિંગ નથી.’તુનીષા શર્માના કાકાએ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ‘પોલીસ આ કેસને આત્મહત્યા ગણાવી રહી છે, પોલીસે પહેલા મામલાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, પછી તેને આત્મહત્યા કહેવી જોઈએ કે બીજું કંઈક. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે જો તે(શીઝાન) સંબંધોમાં આ બધા એટલે કે ધર્મને લઈને ચિંતિત હતો તો તેણે આ બધું કેમ કર્યું. આ સિવાય તેમણે શીઝાનને સવાલ કર્યો કે જો તુનિષા સાથે તેણે બ્રેકઅપ કરી લીધુ હતું તો તે તેની સાથે રોજ લંચ કેમ કરતો હતો,

તેની સાથે સમય કેમ વિતાવતો હતો ? જણાવી દઇએ કે, શીઝાન ખાને કહ્યુ હતુ કે તેણે તુનિષા શર્મા સાથે બ્રેકઅપ ધર્મ અને ઉંમરના અંતરના કારણે કર્યુ હતું. તુનિષાની માતાએ શીઝાન ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો અને તે બાદ પોલિસે તેની ધરપકડ કરી હતી, રવિવારે શીઝાનની ધરપકડ બાદથી આ કેસમાં રોજ અલગ અલગ ખુલાસાઓ થઇ રહ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, શીઝાન ખાને કહ્યું કે ખૂબ જ પ્રસિદ્ધ શ્રદ્ધા વોકર હત્યા કેસ સામે આવ્યા પછી તેણે તુનીષા સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, શીઝાન ખાને કહ્યું હતુ કે તેણે તુનિષાને કહ્યું હતું તેઓ એક અલગ સમુદાયના છે અને તેમની ઉંમરમાં 8 વર્ષનો તફાવત છે. આ ઉપરાંત મીડિયા અહેવાલ અનુસાર, તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું શીઝાનનો પરિવાર તુનીષાના અંતિમ સંસ્કારમાં આવ્યો હતો, તો પવન શર્માએ કહ્યું, “જો તેઓ આવ્યા હોત, તો તેઓ અમને મળ્યા હોત. અમને ખબર નથી કે તેના પરિવારમાંથી કોઈ આવ્યું કે નહીં.” જણાવી દઇએ કે તુનિષા શર્મા લોકપ્રિય ટીવી એક્ટ્રેસ હતી. તે તેની આત્મહત્યા સમયે ટીવી શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’નું શૂટિંગ કરી રહી હતી.

Shah Jina