BREAKING: અભિનેત્રી તુનિશા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો, આ કારણે થયું મોત

ગઈકાલે આવેલા ખરાબ સમાચાર ને લીધે આખા ટીવી જગતને વધુ એક મોટા ચહેરાની ખોટ પડી છે. ફક્ત 20 વર્ષની ટીવી ફેમસ અભિનેત્રી તુનિશા શર્માની લાશ મેકરુપમાં ગળેફાંસો હાલતમાં મળી આવી હતી. આ ચોંકાવનારા સમાચાર આવતા જ બધા ફેન્સ અને પરિવારના હોશ ઉડી ગયા હતા.

માત્ર 20 વર્ષની નાની ઉંમરે એવું તે વળી શું દુઃખ આવી પડ્યું હશે કે આવી રીતે અચાનક મોતને વ્હાલું કરી લીધું તે સવાલ લોકોના મનમાં ઘોળાઈ રહ્યો છે. તુનિશા શર્મા કેસમાં હવે આપઘાત માટે ઉશ્કેરણી તથા હત્યાના એંગલથી પણ પોલીસ તપાસમાં જોતરાઈ છે. ફક્ત 20 વર્ષની વયે અભિનેત્રીને એવું તો કયું ડિપ્રેશન હતું કે તેણે આવું પગલું ભર્યું તે માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે કોઈ જ સુસાઇડ નોટ મળી નથી.

હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસના મૃત્યુ પછી તેની બોડીનું મોડી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એ પછી તુનિશાની માતા સહિત બીજા બધા લોકો પોસ્ટ મોર્ટમ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે PM રિપોર્ટ પછી જ મૃત્યુનું કારણ બહાર આવી શકે તેમ છે.

દરેકના મનમાં એક જ સવાલ છે કે આટલી નાની ઉંમરમાં અભિનેત્રીએ શા માટે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. દરેક સવાલો જાણવા માટે અભિનેત્રીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મોડી રાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં સવારે લગભગ 1:30 વાગ્યે શરૂ થયું અને લગભગ 4 વાગ્યા સુધી ચાલ્યું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે તુનીશાનું મોત ગળાફાંસો લગાવવાથી થયું છે.

20 વર્ષની અભિનેત્રીનું વિસેરા સાચવી લેવામાં આવ્યું છે, રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આમાં કોઈ ગડબડી હતી કે નહીં. એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે આ એક્ટ્રેસ ગર્ભવતી હતી પણ લેટેસ્ટ અપડેટ્સમાં પોલીસે પ્રેગ્નન્સીની વાતને ફગાવી દીધી છે. આ એક્ટ્રેસની બોડી પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. ડેથનું કારણ ફાંસીથી ગૂંગળામણ હોવાનું કહેવાય છે.

તુનિષાએ છેલ્લી વખત એટલે કે મૃત્યુના 24 કલાક પહેલા ફોન પર કે સેટ પર જેમની સાથે વાત કરી હતી તે તમામના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે અભિનેત્રીના મૃત્યુ પછી તેની માતાએ અભિનેત્રીના એક્સ BF શીજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે.પોલીસ કસ્ટડીમાં બોયફ્રેન્ડની પૂછપરછ કરી રહી છે. આ સાથે જ તુનિષાએ છેલ્લી વખત એટલે કે મૃત્યુના 24 કલાક પહેલા ફોન પર કે સેટ પર જે લોકો સાથે વાત કરી હતી તેમના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે.

શીજાને પોલીસને આપેલા પ્રારંભિક નિવેદનમાં એવું બહાર આવ્યું છે કે બંને કલાકારો એકબીજા સાથે સંબંધમાં હતા, આ સત્ય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ૨૦ વર્ષની એક્ટ્રેસ તુનીશા અને 28 વર્ષના શીજાન બંનેનો ધર્મ અલગ હતો અને ઉંમરમાં ખુબ જ મોટો તફાવત હતો, જેના લીધે બ્રેકઅપ થયું હતું. જોકે પોલીસ આ વાત માની રહી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, તુનીશાની માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 6 મહિના પહેલા શીજાન સાથેના સંબંધોને લઈને તુનીશા ખૂબ જ ખુશ હતી. તેણીએ તેને આ વાત પણ કહી હતી પરંતુ 15 દિવસ પહેલા શીજાન સાથે બ્રેકઅપ થયા બાદ તે ટેંશનમાં હતી.

હકીકતમાં ૨૦ વર્ષની એક્ટ્રેસ તુનિષાના ફેમીલીવાળા શીજાન પર એકસાથે ઘણી બધી ગર્લ્સ સાથે રિલેશન રાખવા અને દગો આપવાનો આરોપ લગાવી રહ્યાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અભિનેતા શીજાન તેનાથી બચવા માટે ઉંમર અને ધર્મનું બાનું કાઢી રહ્યો છે.

YC