સુશાંત સિંહ રાજપૂતની જેમ જ ફેમસ ટીવી એક્ટ્રેસ લટકી ગઈ, મરતા પહેલા છેલ્લી પોસ્ટમાં એવું એવું લખ્યું હતું કે ખળભળી ઉઠશો

આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી ખુબ જ ખરાબ સમાચાર આવ્યા છે. તમે અલીબાબા સિરિયલ તો જોઈ જ હશે, તે શોની ફેમસ અભિનેત્રી તુનિષા શર્માએ આજે સેટ પર જ આત્મહત્યા કરી લીધી છે. તે આ શોમાં મરિયમનું પાત્ર ભજવતી હતી. આજે સવારે શોના સેટ પર જ મેકઅપ રૂમમાં આ ફેમસ અભિનેત્રીની લાશ લટકતી મળી આવી હતી.

આ અભિનેત્રીએ તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’માં ચાંદના પાત્રથી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કર્યુ હતું. હવે આ અભિનેત્રીએ આત્મહત્યા શું કામ કરી છે તેની અત્યારે કોઈ જાણકારી મળી નથી. સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સને પહેલાં તુનિષાની લાશ લટકેલી જોવા મળી હતી. તુનિષાએ ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અભિનેત્રીના સ્યુસાઇડની જાણ થતાં જ પોલીસ શો ના સેટ પર ફટાફટ પહોંચી ગઈ હતી. પોલીસે ટીવી શો સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી હતી. સેટ પર હાજર રહેલા લોકો દાવો કરી રહ્યા છે કે, તુનિષાએ આત્મહત્યા કરી છે.

જો કે, પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એન્ગલથી તપાસ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેટ પર લટકેલી મળેલી લાશ પોલીસને જણાવ્યા વગર જ ઉતારી દેવામાં આવી હતી. તેવામાં પોલીસ દરેક એન્ગલથી આ કેસની તપાસ કરશે. આ માટે પોલીસ ટીવી સિરિયલ સાથે જોડાયેલા લોકો સાથે પૂછપરછ કરી હતી.

આ સાથે જ પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા માટે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ સૌથી પહેલા અલીબાબા માં આવી હતી પછી અભિનેત્રીએ ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, મહારાણા પ્રતાપ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કરીને ફેમસ થઇ હતી.

દેખાવમાં ખુબ જ ક્યૂટ અભિનેત્રી તુનીશા માત્ર નાના પડદા પર જ નહીં પણ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. હિટ પિક્ચર કહાની 2 માં વિદ્યા બાલનની દીકરીનો રોલ કરેલો હતો અને બાર બાર દેખો અને ફિતુરમાં કેટરીનાના બાળપણનું પાત્ર ભજવતી જોવા મળી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં તુનીશાએ ઘણું કામ કરી લીધું હતું.

ટીવી શો અલી બાબા- દાસ્તાન-એ-કાબુલમાં મરિયમની ભૂમિકામાં આ અભિનેત્રી બધાને ખુબ પસંદ હતી. સફળતાના મોડ પર આવીને આવી રીતે જીવન ગુમાવવું દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દે છે. કોઈ સમજી શક્યું નથી કે તેના જીવનમાં શું ચાલી રહ્યું હતું કે તેણે આવું પગલું ભરવું પડ્યું.

મળતી માહિતી મુજબ, અભિનેત્રીએ ટી બ્રેક દરમિયાન ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો. અને પછી જોયું તો લટકાયેલી મળી. અભિનેત્રી તુનિષાએ થોડા કલાકો પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમા તેણે લખ્યું હતું કે, જે લોકો પોતાના જુનૂનથી પ્રેરિત હોય છે તેઓ રોકાતા નથી.

YC