પોતાની પાછળ છોડી ગઇ કરોડોની સંપત્તિ, 20 વર્ષની ઉંમરે તુનિષા જીવતી હતી આલીશાન જીંદગી

મોંઘી ગાડીઓ અને આલીશાન ઘર, તુનિષા પોતાની પાછળ છોડી ગઇ અધધધધ કરોડોની સંપત્તિ

ટીવી અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાએ મનોરંજન ઉદ્યોગને ઝકઝોર કરી દીધો છે. 24 ડિસેમ્બરે તુનિષાએ તેના ટીવી શો અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. તુનિષાના પરિવારજનોએ તુનિષાના કો-સ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ પોલીસને જણાવ્યું છે કે તુનિષાએ શીઝાનના કારણે આત્મહત્યા કરી લીધી છે. તુનિષાની માતાએ જણાવ્યું કે, શીઝાન સતત એવી વાતો કહેતો હતો કે

શ્રદ્ધા વોકરની હત્યા બાદ દેશમાં વાતાવરણ સારું નથી, તેમનો ધર્મ અલગ-અલગ છે, જેના કારણે તેમના સંબંધો ટકી શકશે નહિ. શીઝાન સાથે બ્રેકઅપને કારણે તુનિષા ખૂબ જ તણાવમાં હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. તુનિષાના જવાથી પરિવાર સહિત તેના મિત્રો અને ચાહકો ખૂબ જ દુઃખી છે, પરિવારે તેમની પુત્રીને ગુમાવી દીધી છે. તુનિષાના પિતાનું પહેલા જ નિધન થઇ ગયુ છે અને તે તેની માતાનો એકમાત્ર સહારો હતી,

હવે તેના જવાથી તેમની આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નથી. તુનિષાએ નાની ઉંમરમાં જ મોટું પદ હાંસલ કર્યું હતું. એક્ટિંગ સિવાય તે એક શાનદાર ડાન્સર પણ હતી. ટીવી સિવાય અભિનેત્રીએ સિલ્વર સ્ક્રીન પર પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. તુનિષાએ ટીવી સીરિયલ ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’ થી અભિનયની શરૂઆત કરી હતી. તુનિષાએ ‘કહાની 2’, ‘દબંગ 3’ ‘ફિતૂર’, ‘બાર બાર દેખો’ જેવી ફિલ્મોમાં અભિનય કૌશલ્ય બતાવ્યું છે. સફળ કારકિર્દી વચ્ચે, તુનિષાએ મોટી રકમ એકઠી કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુનિષા શર્મા પાસે 15 કરોડની સંપત્તિ છે. તેની પાસે કરોડોની કિંમતનો આલીશાન એપાર્ટમેન્ટ છે અને આ સિવાય ઘણી લક્ઝરી કાર પણ છે. તે પોતાની મહેનતથી માત્ર 20 વર્ષની ઉંમરે જ કરોડોની સંપત્તિની માલકિન બની ગઇ હતી. જો કે તે તેની ખુશીનો આનંદ માણી શકી નહિ અને ચાલી ગઇ. વર્ષ 2015માં અભિનયની શરૂઆત કરનાર તુનિષાના અંગત જીવનને બાદ કરતાં તેના જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું હતું.

એક રિપોર્ટ અનુસાર અભિનેત્રીનું અંગત જીવન બરાબર ચાલી રહ્યું નહોતું અને તેનું તેની મોતના 15 દિવસ પહેલા જ બોયફ્રેન્ડ શીઝાન સાથે બ્રેકઅપ થયુ હતું. મીડિયા અહેવાલો અનુસાર, શીઝાને તુનિષાને વચન આપ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે, પરંતુ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. તુનીષાના કો-સ્ટાર શીઝાન ખાનનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે, આ ઉપરાંત તેણે ઘટનાના દિવસે જે કપડા પહેર્યા હતા તે પણ જપ્ત કરાયા છે.

પોલીસે શનિવારે જે લોકો સેટ પર હાજર રહ્યા હતા તેમના નિવેદન પણ નોંધ્યા છે. તુનીષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કરવાના આરોપમાં શીઝાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, શીઝાને તપાસ અધિકારીઓને કહ્યું હતું કે તેનો તુનીષા સાથે સંબંધ હતો અને પછી બંને અલગ થઈ ગયા. તેણે બંને વચ્ચેની ઉંમરના તફાવતનો પણ ઉલ્લેખ કર્યો. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે શ્રદ્ધા વોકર મર્ડર કેસના પગલે તુનીષા અને શીજાને અલગ થવાનો નિર્ણય લીધો હોય.

Shah Jina