આંખોમાં આંસુ, ચહેરા પર ઉદાસી…તુનિષાના અંતિમ સફર પર આવી હતી માતાની હાલત, તસવીરો જોઇ તમારુ હૈયુ પણ કંપી ઉઠશે

અલવિદા તુનિષા શર્મા…એક હસતો ખિલખિલાતો ચહેરો, મિલિયન ડોલર સ્માઇલ લઇને બિંદાસ રહેનારી 20 વર્ષિય તુનિષા હવે પંચતત્વમાં વિલીન થઇ ગઇ છે. જે ઉંમરે લોકો પોતાના સપનાની ઉડાન ભરે છે તે ઉંમરમાં તુનિષા આ દુનિયાને અલવિદા કહીને ચાલી ગઇ.

તુનીષા શર્માના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. તુનિષાના ગયા બાદથી તેની માતાની હાલત ઘણી ખરાબ છે.આટલી નાની ઉંમરે પુત્રીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવી એ કોઇ પણ માતા માટે સહેલુ નથી. દીકરીના અંતિમ વિદાય વખતે માતા બેહોંશ થઈ ગઈ હતી.

આ દરમિયાન પરિવાર અને મિત્રોએ તેમની સંભાળ લીધી. પુત્રીના આકસ્મિક મૃત્યુથી તે ભાંગી પડ્યા છે. અભિનેત્રીની માતા જ્યારે પણ મીડિયા સામે આવ્યા ત્યારે તે ઘણા તૂટેલા દેખાયા. માતાની હાલત જોઈને લોકોની આંખો ભીની થઈ રહી છે.20 વર્ષની દીકરીને ગુમાવવી એ કોઈપણ માતા માટે આભ તૂટવાથી પણ વધારે ભયંકર સ્થિતિ છે.

આ ખરાબ સમયમાં પરિવાર દરેક ક્ષણે તુનીષાની માતાને સાથ આપી રહ્યો છે. તુનીષાની માતા આવી બેભાન હાલતમાં પણ પોતાની પુત્રીને ન્યાય અપાવવાની લડાઈમાં મોખરે છે. અભિનેત્રીના અંતિમ સંસ્કારમાં તેના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કારમાં શીઝાન ખાનની બહેન અને માતા પણ જોવા મળ્યા હતા.

આ સિવાય અભિનેત્રી દીપિકા સિંહ ગોયલ, વિશાલ જેઠવા, ડાયરેક્ટર અબ્બાસ-મસ્તાન, અશનૂર કૌર સહિત અનવીત કૌર, કનવર ઢિલ્લોન અને બીજા પણ ઘણા પહોંચ્યા હતા. ટીવી શો અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બરે શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં કો-એક્ટર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આપઘાત બાદ કોઈ સુસાઈડ નોટ મળી નથી. તુનીષાની માતાએ શીઝાન વિરુદ્ધ FIR નોંધાવી છે અને અભિનેતા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીનું તેના મોતના 15 દિવસ પહેલા જ બ્રેકઅપ થયું હતું.

તુનિષાની માતાએ દાવો કર્યો હતો કે શીઝાને તુનિષાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેણે પીછે હટ કરી. શીઝાનની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.

શીઝાન ખાનના પરિવારે ગોપનીયતાની વિનંતી કરી છે. શીઝાનની બહેને કહ્યું- “અમને ભારતીય ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે, અને શીઝાન તમામ પ્રક્રિયામાં મુંબઈ પોલીસને સહકાર આપી રહી છે. જ્યારે યોગ્ય સમય હશે ત્યારે અમે તેના વિશે વાત કરીશું, પરંતુ હમણાં માટે, કૃપા કરીને અમને ગોપનીયતાની મંજૂરી આપો જે અમારું કુટુંબ અત્યારે લાયક છે.”

જણાવી દઇએ કે, તુનીષાએ બાળ કલાકાર તરીકે તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે ટીવી સીરિયલો સિવાય ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે ફિતુર અને બાર બાર દેખોમાં કેટરીના કૈફના બાળપણની ભૂમિકા ભજવી હતી. આ સિવાય અભિનેત્રીએ કહાની 2માં વિદ્યા બાલનની પુત્રીની ભૂમિકા પણ ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina