શીઝાન ખાન મૃત્યુ માટે જવાબદાર છે? તો મામાએ કહ્યું હા, 10 દિવસ પહેલા મમ્મીએ દીકરી તુનિષા ને સમજાવી હતી, બંને રોજ શૂટ કરતા, રોજ એકબીજાને મળતા

પ્રેમમાં માણસ શું કરી બેસે તેની તેને પણ ખબર નથી હોતી, પ્રેમ કહો કે બેવફાઇનું દર્દ, કેવી રીતે કોઇ માણસનો જીવ લઇ લે છે તે ટીવી અભિનેત્રી તુનિષા શર્માના કેસથી વ્યક્ત થાય છે. 20 વર્ષિય ટેલેન્ટેડ અભિનેત્રી જેના પર બ્રેકઅપથી એટલો મોટું આભ તૂટી પડ્યુ કે તેણે પોતાનો જીવ આપી દીધો. 24 ડિસેમ્બરના રોજ એક ચમકતો સ્ટાર હંમેશા માટે બુજાઇ ગયો. અલી બાબા : દાસ્તાન એ કાબુલની અભિનેત્રી તુનિષા શર્માએ તેના કો-સ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનના મેકઅપ રૂમમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ.

તુનિષાની આત્મહત્યાએ પરિવાર અને ચાહકો સાથે સાથે પૂરી ઇન્ડસ્ટ્રીને હલાવીને રાખી દીધી છે તુનિષાની માતાની તો રડી રડીને હાલત ખરાબ છે. તેમણે તેમની દીકરીને આત્મહત્યા માટે ઉશ્કેરાવાનો કેસ શીઝાન ખાન વિરૂદ્ધ દાખલ કરાવ્યો હતો અને તે બાદથી શીઝાન પોલિસ કસ્ટડીમાં છે. તુનિષાની અધૂરી પ્રેમ કહાની, શીઝાનની દગાબાજી, લવ જેહાદથી લઇને પોલિસ તપાસમાં અત્યાર સુધી અનેક વાતો સામે આવી છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જે તુનિષાના મામાનો છે. તે મીડિયા સાથે વાતચીતમાં કહી રહ્યા છે કે

તેઓ પણ માને છે કે તેમની ભાણીની હત્યા માટે શીઝાન થાન જવાબદાર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ છે કે તુનિષાએ સુસાઇડ કરી લીધો છે, ત્યારે તેમણે કહ્યુ કે, જ્યારે તેઓ પહોંચ્યા ત્યાં સુધી તેની મોત થઇ ગઇ હતી. તેઓ કહે છે કે તુનિષાની માતાની હાલત ઘણી ખરાબ છે અને તેઓ વાત કરવાની હાલતમાં પણ નથી. તેમણે કહ્યુ- જે પણ થયુ હવે કોર્ટ ડિસાઇડ કરશે, પોલિસ તપાસ કરશે તે લોકો તેને માનશે. તે કહે છે કે 10-12 દિવસ પહેલા તુનિષાની માતાએ શીઝાનને સમજાવ્યો હતો કે, જે પણ છે પહેલા આટલા વધારે નજીક આવ્યા બાદ હવે એકદમથી બ્રેકઅપ થઇ ગયુ એવું બોલીશ તો કોઇ ન સમજે.

બંને સેટ પર શૂટ કરતા હતા અને તેને લઇને બંનેનો આમનો સામનો પણ રોજ થતો હતો. તે આગળ કહે છે કે તુનિષાને દસેક દિવસ પહેલા જ એંગ્ઝાઇટી એટેક આવ્યો હતો અને તે પણ આ જ કારણે આવ્યો હતો. તે કહે છે કે મને લાગે છે કે શીઝાન તુનિષાના મોત માટે જવાબદાર છે. પણ કોર્ટ શું નિર્ણય કરે છે અને પોલિસ શું તપાસ કરે છે અમે તેને જ માનીશું. તેઓએ છેલ્લે કહ્યુ હતુ કે, તુનિષાના અંતિમ સંસ્કાર 27 ડિસેમ્બરે થવાના હતા.

Shah Jina