બ્રેકઅપ પછી પરેશાન 20 વર્ષિય તુનીષા શર્માએ આ વસ્તુથી કરી આત્મહત્યા ? જાણી તમને પણ નહિ થાય વિશ્વાસ

ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારના રોજ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલના સેટ પર મેકઅપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં દિવંગત અભિનેત્રીની માતાની ફરિયાદના આધારે પોલીસે તેના કથિત એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાન વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.

પોલીસે શીઝાનને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસને લઈને અત્યારસુધી ઘણા ખુલાસા થઈ ચૂક્યા છે. એવા અહેવાલો છે કે તુનીષાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેણે શૂટિંગ દરમિયાન આ પગલું ભર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેણે એક્સ બોયફ્રેન્ડ શીઝાનના મેકઅપ રૂમમાં ફાંસી લગાવી પોતાનો જીવ આપી દીધો હતો.

ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે તુનિષાને ફાંસી માટે દોરડું વગેરે કેવી રીતે મળ્યું હશે. ત્યારે એવા અહેવાલો છે કે તુનિષાએ ક્રેપ બેન્ડેજથી ફાંસો ખાઇ લીધો હતો. થોડા દિવસ પહેલા હાથની ઈજાને કારણે તેણે આ પાટો બાંધ્યો હતો. જોકે આ અંગે કોઈ સત્તાવાર અહેવાલ નથી. શનિવારે ટીવી એક્ટ્રેસની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. તુનિષાએ તેના મોતના થોડા કલાકો પહેલા સેટનો એક વીડિયો શેર કર્યો હતો.

મીડિયાના ઉના અહેવાલ મુજબ, તુનીષાએ ક્રેપ બેન્ડેજથી ફાંસી લગાવી દીધી હતી. તુનિષા નાયગાંવમાં અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલનું શૂટિંગ કરી રહી હતી અને તેણે આ દરમિયાન સેટ પર જ આપઘાત કરી લીધો. કહેવામાં આવી રહ્યું છે કે કો-સ્ટાર શીજાન સાથેના બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં હતી. રીપોર્ટ્સ અનુસાર, પરિવારજનોનું કહેવું છે કે શીઝાન તેની સાથે લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો.

ત્યાં તેના અન્ય ઘણી છોકરીઓ સાથે પણ સંબંધ હતા. તુનીષા કેસમાં પોલીસે 14 લોકોના નિવેદન લીધા છે. તેના કોલ અને ચેટ રેકોર્ડ્સ પણ એક્સેસ કરવામાં આવશે. તુનીશાના અંતિમ સંસ્કાર 27 ડિસેમ્બરે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તુનિષા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. તે અવાર નવાર તેની તસવીરો ઇન્સ્ટા પર શેર કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ પણ હતા.

તેણે સરદારી, પ્યાર હો જાયેગા, નૈનો કા યહ રોના જાયે ના, તુ બેઠ મેરે સામને, હીરીયે અને પાની ના સમજ જેવા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. તેના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. તુનિષાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ, જેમાં ફિતુર અને બાર બાર દેખોમાં તેણે યંગ કેટરીના કેફની ભૂમિકા ભજવી હતી.આ સિવાય તેણે સલમાન ખાન સાથે પણ કામ કર્યુ છે.

Shah Jina