શું અભિનેત્રી તુનિષા શર્માનું ધર્મ પરિવર્તન કરાવવા માગતો હતો શીઝાન ખાન ? માતા બોલી- તેણે મારી દીકરીનો યુઝ કર્યો – જુઓ વીડિયો

અભિનેત્રી તુનિષા શર્માના આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રીએ પહેલા પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પણ ત્યારે તેના બોયફ્રેન્ડ રહેલા શીઝાન મોહમ્મદ ખાને તેને બચાવી લીધી હતી. અલી બાબા : દાસ્તાન એ કાબુલમાં લીડ રોલ નિભાવનાર શીઝાન પોલિસ કસ્ટડમાં છે અને આ કેસમાં ઘણા ખુલાસા પણ થઇ રહ્યા છે.

શીઝાને એ સ્વીકાર્યુ છે કે તેણે તુનિષા સાથે બ્રેકઅપ અલગ ધર્મના હોવાને કારણે અને ઉંમરમાં 8 વર્ષનું અંતર હોવાને કારણે કર્યુ હતુ. આ વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે શું શીઝાન તુનિષાનો ધર્મ બદલાવવા માગતો હતો ? રીપોર્ટ્સ અનુસાર, શીઝાન મોહમ્મદ ખાને પોલિસ પૂછપરછમાં જણાવ્યુ કે, તુનિષાએ કેટલાક દિવસ પહેલા પણ આપઘાતની કોશિશ કરી હતી અને ત્યારે તેણે તેને બચાવી લીધી હતી.

શીઝાન અનુસાર, તેણે આ ઘટના વિશે તુનિષાની માતાને પણ જણાવ્યુ હતુ અને તેનું ધ્યાન રાખવા કહ્યુ હતુ. પોલિસ હવે શીઝાનના આ નિવેદનની તપાસ કરી રહી છે. પોલિસે એ ખુલાસો કર્યો કે આપઘાતની કેટલીક મિનિટ પહેલા તુનિષાએ શીઝાન સાથે મેકઅપ રૂમમાં બેસી લંચ પણ કર્યુ હતુ. પૂછપરછમાં શીઝાને કબૂલ કર્યુ છે કે તે તુનિષા સાથે રિલેશનશિપમાં હતો,

પણ ધર્મ અલગ હોવાને કારણે અને ઉંમરમાં પણ ઘણુ અંતર હોવાને કારણે તેણે બ્રેકઅપ કરી લીધુ હતુ. પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે કે ક્યાંક શીઝાને તુનિષા પર ધર્મ પરિવર્તનનું દબાણ તો નહોતુ બનાવ્યુ ને. શીઝાને એ પણ જણાવ્યુ કે અલગ ધર્મ અને ઉંમરમાં અંતર હોવાને કારણે તેણે તુનિષા સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી.

જે બાદ નવેમ્બરમાં તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતુ.જો કે, તે સેટ પર એકબીજા સાથે કામ કરતા રહ્યા. તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ તેના શો ‘અલી બાબા : દાસ્તાન એ કાબુલ’ના સેટ પર શીઝાન ખાનના મેકઅપ રૂમમાં આપઘાત કરી લીધો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેનું મોત દમ ઘુટાવાને કારણે થયુ હોવાનું સામે આવ્યુ હતુ.તુનિષાની મોત બાદ તેની માતાએ શીઝાન ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે તુનિષા શીઝાન સાથે રિલેશનશિપમાં હતી અને જ્યારે તેણે લગ્નની ના કહી તો તે ડિપ્રેશનમાં ચાલી ગઇ અને આપઘાત જેવું ખૌફનાક પગલુ ભર્યુ. તુનિષા જ્યાં 20 વર્ષની હતી, ત્યાં શીઝાન 28 વર્ષનો હતો. અભિનેત્રીના પરિવારજનોએ શીઝાન પર બીજી યુવતિઓ સાથે સંબંધ રાખવાનો અને દગો આપવાનો આરોપ પણ લગાવ્યો છે. તુનિષાની માતાના કહેવા પ્રમાણે, બંને છ મહિના પહેલા રિલેશનશિપમાં આવ્યા હતા

અને અભિનેતાએ 15 દિવસ પહેલા બ્રેકઅપ કર્યું હતું, જેના કારણે તુનિષા તણાવમાં હતી. પોલીસ આ મામલે ઝડપથી તપાસ કરી રહી છે. એવા અહેવાલ છે કે, તુનીષા અને શીઝાને આત્મહત્યાના દિવસે સાથે ભોજન કર્યું હતું. પ્રથમ શિફ્ટનું શૂટિંગ પૂરું થયા પછી, શીઝાન અને તુનીશાએ બપોરે 3 વાગ્યે મેકઅપ રૂમમાં સાથે લંચ કર્યું. ત્યારે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ દરમિયાન શું થયું કે તુનીશાએ બપોરે 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી.

પોલીસે તુનીશા અને શીઝાન બંનેના મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસને આશંકા છે કે મેકઅપ રૂમમાં જ લંચ દરમિયાન બંને કલાકારો વચ્ચે કંઈક થયું, જેના કારણે તુનીષાએ આત્મહત્યા જેવું પગલું ભર્યું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શિજાને પોલીસ પૂછપરછમાં મહત્ત્વની માહિતી આપી છે. બંને શો પછી રિલેશનશિપમાં આવ્યા હતાં,

આ વાત સાચી છે, પરંતુ બંનેના ધર્મ અલગ હતા અને ઉંમરમાં પણ તફાવત હતો. શિજાન 28નો તો તુનિષા 20 વર્ષની હતી. શિજાને એમ પણ કહ્યું હતું કે શ્રદ્ધા મર્ડર કેસ પણ તેમના સંબંધો તૂટવા પાછળ જવાબદાર છે. એ સમયે દેશમાં જે રીતનો માહોલ હતો એનાથી તે અપસેટ હતો. પોલીસે કહ્યું હતું કે તેઓ લવ-જિહાદ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે.

Shah Jina