તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં કો એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની પોલીસે કરી ધરપકડ, બંને વચ્ચે છેલ્લા ઘણા ટાઇમથી…

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુના ગઈકાલે આવેલા સમાચાર ને કારણે બધા ચોંકી ઉઠ્યા છે. ગઈકાલે આ ટીવી એક્ટ્રેસની લાશ સેટ પર ફાંસી પર લટકતી મળી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રી તુનિષાએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે પણ હવે મુંબઈ પોલીસે આ મામલે તુનિષાના પૂર્વ બોયફ્રેન્ડ અને અલી બાબા દાસ્તાન એ કાબુલ અલી સીરીયલ સ્ટાર શિઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે.

એટલું જ નહીં અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ શિઝાન વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.કહેવાય છે કે નાના પડદાની જાણીતી માત્ર ૨૦ વર્ષની અભિનેત્રી તુનિષા શર્મા તેના કો-સ્ટાર શિઝાન મોહમ્મદ ખાન સાથે રિલેશનશિપમાં હતી. શિઝાને રિસેન્ટલી જ અભિનેત્રી તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. આના લીધે અભિનેત્રી તુનિષા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને ત્યારબાદ ગઈકાલે શનિવારે 24 ડિસેમ્બરે તેણે સેટ પર જ ગળે ફાંસો લગાવી દીધો હતો.

પોલીસે અભિનેત્રીના કો-સ્ટાર મોહમ્મદ ખાન વિરુદ્ધ વાલીવ પોલીસમાં FIR લખાવી છે અને હવે ખાનની ધરપકડ કરવામાં આવી છે. IPCકલમ 306, આત્મહત્યા માટે ઉશ્કેરણીને લઈને શિઝાન સામે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ મુંબઈ પોલીસ પાસેથી શેજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ રિમાન્ડ પણ માંગવામાં આવશે.

શિઝાન ખાનના ઘણા ફ્રેન્ડ્સ મુંબઈના વાલિવ પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા હતા. હાલ તો એક્ટરની પૂછપરછ ચાલી રહી છે. આ ખાન એક્ટરના અમુક મિત્રો અને પ્રોડક્શનના કેટલાક લોકો વાલિવ પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ નાયગાંવ સ્થિત સ્ટુડિયોમાં પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

હાલમાં તુનિષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ જ્યાં અભિનેત્રીની તુનિષા શર્મા તેની સારવાર કરાવી રહી હતી ત્યાં ત્યાંના ડોક્ટરે એક્ટ્રેસની મમ્મીને આ વાતની જાણ કરી હતી કે તેની માનસિક સ્થિતિ સારી નથી અને તેની દીકરી આત્મહત્યાના વિચારો કરી રહી છે.

આ પછી, તુનિષાની માતાએ શીઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને અને હવે પોલીસે શરૂઆતથી જ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ગઈકાલે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ૨૦ વર્ષની અભિનેત્રી ટી બ્રેક સમયે ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો.

તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે.

YC