તુનિષા શર્માને આત્મહત્યાના 10 દિવસ પહેલા આવ્યો હતો આવો એટેક, મળ્યો હતો પ્રેમમાં દગો ! હવે આવ્યો નવો વણાંક….

અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બર શનિવારના રોજ અલી બાબા : દાસ્તાન એ કાબુલ શોના સેટ પર કો-સ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનના મેકઅપ રૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેની આત્મહત્યા બાદ જ્યાં તેના એક્સ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી બાજુ દિવંગત અભિનેત્રીના કાકાએ મોટો ખુલાસો કર્યો છે.

દિવંગત અભિનેત્રી તુનીષા શર્માના કાકા પવન શર્માએ તુનીષા અને શીઝાન સાથેના તેમના સંબંધો અંગે કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે.શીઝાન ખાન તુનિષા શર્માને ડેટ કરતો હતો. પવન શર્માએ દાવો કર્યો હતો કે શીઝાન તુનિષા માટે કમિટેડ નહોતો. તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે શીઝાનના કારણે તુનિષા હતાશ અને તણાવમાં હતી.

જ્યારે તે શીઝાન સાથે રિલેશનશિપમાં હતી ત્યારે શીઝાન ઘણી છોકરીઓ સાથે વાત કરતો હતો. જ્યારે તુનિષાને આ વાતની ખબર પડી તો તે પરેશાન થઈ ગઈ અને તેને એંગ્ઝાઇટી એટેક આવવા લાગ્યા. બંનેએ 15 દિવસ પહેલા સંબંધ તોડી નાખ્યો હતો. ઈન્ડિયા ટીવીના રિપોર્ટ અનુસાર, તુનિષા સાથે રિલેશનશિપમાં હોવા છતાં શીઝાન ખાન કમિટેડ નહોતો.

તે એક જ સમયે ઘણી છોકરીઓ સાથે વાત કરતો હતો અને સંપર્કમાં રહેતો હતો. જેના કારણે તુનિષા તણાવમાં હતી. 16 ડિસેમ્બરે તુનીષાને શીઝાનની છેતરપિંડી વિશે ખબર પડી જેના કારણે તેને એંગ્ઝાઇટી એટેક આવ્યો.” પવન શર્માએ કહ્યું, “તુનીષા અને શીઝાન પહેલા સારા મિત્રો હતા.

બાદમાં તેઓ થોડા મહિના પહેલા રિલેશનશિપમાં આવ્યા હતા અને 15 દિવસ પહેલા શીઝાને એવું કહીને સંબંધ તોડી નાખ્યો હતો કે તે હવે કોઈ અન્ય સાથે છે અને સંબંધનો અંત લાવી રહ્યો છે. પવન શર્માએ આગળ કહ્યુ કે, “જો તુનીષા તેની કારકિર્દીમાં સારું પ્રદર્શન કરી રહેલા શીઝાનની તુલનામાં સારુ પ્રદર્શન કરી રહી હતી તો પછી તે શા માટે આત્મહત્યા કરે?” પવન શર્માએ એવો પણ દાવો કર્યો હતો કે કડક પગલું ભરતા પહેલા તુનીષાએ શીજાન સાથે વાત કરી હતી.

“તુનીશા શા માટે બ્રેક દરમિયાન સીધી શીઝાનના મેકઅપ રૂમમાં ગઈ અને ત્યાં સમય વિતાવ્યો? બધું સમજવા માટે આટલું જ પૂરતું છે. તે દરમિયાન બંને વચ્ચે કંઈક થયું હતુ. શીજાનની પૂછપરછ અને તેનો મોબાઈલ ચેક કરવાથી બધા પ્રશ્નોના જવાબો મળવા જોઈએ.”

જણાવી દઇએ કે, આ કેસમાં FIR બાદ પોલીસે શીઝાનની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. પોલીસ આ કેસની આત્મહત્યા અને હત્યાના એંગલથી તપાસ કરી રહી છે.

જો કે, પોલિસે અભિનેત્રીના ગર્ભવતી હોવાની અને લવ જેહાદની અફવાઓને ફગાવી દીધી છે. શીઝાન ખાન એક લોકપ્રિય ટીવી અભિનેતા છે જે ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિરિયલ પહેલા તે ‘જોધા-અકબર’, ‘ચંદ્રનંદિની’ અને ‘પવિત્રા ભરોસે કા સફર’ જેવી સિરિયલોમાં જોવા મળી ચૂક્યો છે. 28 વર્ષીય શીઝાન ટીવી અભિનેત્રી ફલક નાઝ અને સફક નાઝનો ભાઈ છે.

Shah Jina