તુનિષા શર્મા કેસમાં નવી વ્યક્તિની એન્ટ્રી, મોતની 15 મિનિટ પહેલા તુનિષાએ આ વ્યક્તિ સાથે કરી હતી વાત

ટીવી અભિનેત્રી તુનિષા શર્માની મોત મામલે તેનો એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન જેલમાં બંધ છે. તેની જમાનત અરજી પર 9 જાન્યુઆરીએ સુનાવણી થઇ હતી. જે 11 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી હતી. મીરા ભાયંદર વસઇ વિરાર પોલિસે કહ્યુ કે, તે તુનિષાની માતા વનિતા શર્માનું નિવેદન દાખલ નથી કરી શકી, કારણ કે તે મોત બાદની રસ્મોમાં વ્યસ્ત છે અને તેમણે પોતાનો પક્ષ રાખવા માટે 13 જાન્યુઆરી સુધીનો સમય માગ્યો છે, જે બાદ અદાલતે શીઝાન ખાનની જમાનત અરજી પર સુનાવણી ટાળી દીધી. વનિતા શર્મા શનિવારે અદાલતમાં હાજર રહી નહોતી.

આ પહેલા તેમણે આરોપ લગાવ્યો હતો કે, દીકરીની મોત હત્યાનો મામલો હોઇ શકે છે. તેમણે શીઝાન ખાન અને તેના પરિવાર પર દીકરીને તેનો ધર્મ બદલવા માટે મજબૂર કરવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જમાનતનો વિરોધ કરતા વકીલે કહ્યુ કે, સુનાવણી સમયે કેટલીક તસવીરો અને મેડિકલ ગ્રાઉન્ડ્સ તેમણે સામે રાખ્યા, તો અમે પણ સમય માગ્યો. 11 જાન્યુઆરીની તારીખ અમને મળી છે અને અમને ખબર છે તે તુનિષાને જસ્ટિસ મળશે. તેમણે કોર્ટને કહ્યુ કે, તુનિષાનો મોબાઇલ હજુ સુધી ઓપન નથી થયો, આ માટે તપાસની જરૂરત છે.

શીઝાન ખાનને જમાનત આપવાનો અનુરોધ કરતા તેના વકીલ શૈલેંદ્ર મિશ્રા અને શરદ રાયે અદાલતને કહ્યુ કે, 28 વર્ષિય અભિનેકા પહેલાથી જ 14 દિવસોથી જેલમાં બંધ છે. અદાલતે બંને પક્ષોને સાંભળ્યા બાદ સુનાવણીની આગળની તારીખ નક્કી કરી. શીઝાન ખાનને જમાનત તો ના મળી, પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. અભિનેત્રીની કથિત આત્મહત્યાની ઠીક 15 મિનિટ પહેલા શું થયુ હતુ, આ વિશે બધા જાણવા માગે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શીઝાનના વકીલે કોર્ટમાં જણાવ્યુ અને દાવો કર્યો કે, તુનિષાએ 15 મિનિટ પહેલા અલી નામના છોકરા સાથે ડેટિંગ એપ ટિંડર પર વાત કરી હતી.

બંનેની વાતચીત વીડિયો કોલ દ્વારા થઇ હતી. તેમની મુલાકાત ડેટિંગ એપ પર થઇ હતી. અભિનેત્રી અલી સાથે 21 અને 23 ડિસેમ્બરના રોજ કથિત રીતે કોન્ટેક્ટમાં હતી. આ પર તુનિષાના વકીલે ચોંકાવનારું નિવેદન આપ્યુ, જે અનેક સવાલ ઊભા કરે છે. તુનિષા શર્માના પરિવારના વકીલ તરુણ શર્માએ સુનાવણી બાદ મીડિયા સાથે વાત કરી. તેમની સામે તેમણે ડેટિંગ એપ વાળી વાત પર સવાલ કર્યા અને ફરીથી શીઝાન ખાનને શકના દાયરામાં ઊભો કરી દીધો. તેમણે કહ્યુ કે, જો શીઝાન ખાને તેના વકીલને આ જણાવ્યુ છે તો જણાવો કે પહેલી ચર્ચામાં તો શીઝાન ખાને એવું કહ્યુ હતુ કે, તે રૂમમાંથી ચાલ્યો ગયો હતો.

જ્યારે તે બહાર આવી ગયો ત્યારે તુનિષાએ 15 મિનિટ અલી સાથે વાત કરી હતી. તો આ વાત શીઝાનને કેવી રીતે ખબર પડી ? કારણ કે ત્યાં સુધી તો તુનિષા મરી ચૂકી હતી. આ તેની કોર્ટમાં ચર્ચા છે ? તુનિષા શર્માના વકીલે આગળ કહ્યુ કે, 45 મિનિટ તે બંને મેકઅપ રૂમમાં હતા. કોર્ટમાં કહી રહ્યા છે કે શીઝાન રૂમ છોડી ચાલ્યો ગયો હતો, તો તેને કેવી રીતે ખબર કે તુનિષા 15 મિનિટ અલી સાથે વાત કરી હતી ઓડિયો કોલ કે વીડિયો કોલ પર ? હવે તો સૌથી મોટો શક એ થઇ રહ્યો છે કે શું ખબર તુનિષા ગાડીમાં બેસી હતી તો તેણે શીઝાન સાથે વાત કરી હતી.

જ્યારે તે ઉઠાવી તેને લઇ ગયો હતો. અત્યાર સુધી અમને આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો હતો, હવે હત્યાનો શક પેદા કરે છે. જણાવી દઇએ કે, શીઝાન ખાનના નિર્દોષ હોવાનો દાવો કરતા વકીલે જીયા ખાન કેસનું ઉદાહરણ આપ્યુ. કહ્યુ કે, 2013માં અભિનેત્રીની મોત થઇ હતી અને આ કેસમાં સૂરજ પંચોલી પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લાગ્યો હતો, પણ બાદમાં તેને જમાનત મળી ગઇ હતી. આવી રીતે આ મામલામાં પણ કોર્ટ આવું કરે, પણ કોર્ટે 11 જાન્યુઆરી સુધી આ જમાનત અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી.

Shah Jina