આત્મહત્યાની 15 મિનિટ પહેલા આ વ્યક્તિ સાથે હતી તુનિષા- થયો ખુલાસો

24 ડિસેમ્બર 2022નો દિવસ ટીવી જગતમાંથી એક ખૂબ જ દુખદ ખબર લઇને આવ્યો. સોની સબ પર પ્રસારિત થતા શો ‘અલી બાબા: દાસ્તાન એ કાબુલ’ની અભિનેત્રી તુનિષા શર્માએ શોના સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેના અંતિમ સંસ્કાર આજે એટલે કે 27 ડિસેમ્બર 2022ના રોજ થવાના છે. તુનીષાએ તેના કો-એક્ટર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાન સાથે બ્રેકઅપ બાદ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ પોલીસ આ કેસની ગુથ્થી સુલજાવવામાં લાગેલી છે.

તુનીષાના અંતિમ સંસ્કાર 25 ડિસેમ્બર 2022ના રોજ જ કરવામાં આવ્યા હોત, પરંતુ અભિનેત્રીની માસી વિદેશ છે, જે મુંબઈ પહોંચી શકી નહોતી અને એટલે તેના પરિવારે એક નિવેદન જારી કરીને લોકોને જાણકારી આપી હતી કે તુનીષાના અંતિમ સંસ્કાર 27 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવવાના છે. નિવેદન જાહેર કરતા પરિવારે લખ્યું, “અમારી પ્રિય તુનિષા શર્મા. ખુબ જ દુખ સાથે જણાવવાનું કે તુનીષા શર્મા 24 ડિસેમ્બર 2022ના રોજ અમને છોડીને ચાલ્યા ગયા.

અમે ઈચ્છીએ છીએ કે તમે બધા તેમના અંતિમ સંસ્કારમાં પ્રાર્થના કરવા આવો. તમને જણાવી દઈએ કે તુનિષા શર્માના અંતિમ સંસ્કાર મીરા રોડ ખાતે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે. તુનિષાની આત્મહત્યાએ તેના પરિવાર અને સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. તેનો પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યો છે. જણાવી દઈએ કે તુનિષાની આત્મહત્યા માટે તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેના કો-એક્ટર શીઝાન ખાનને જવાબદાર ગણવામાં આવે છે. આ વર્ષે જૂનમાં બંનેની મુલાકાત ટીવી શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લદ્દાખ ટ્રિપ પર બંને વચ્ચે નિકટતા વધી હતી અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. તેમની લવ લાઈફ ખૂબ સારી રીતે ચાલી રહી હતી. આ દરમિયાન શીઝાને 15 દિવસ પહેલા તુનીષા સાથે બ્રેકઅપ કરી લીધું. બ્રેકઅપ માટે ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે. તુનિષાના પરિવારજનોનું કહેવું છે કે શીઝાને તુનિષાને દગો આપ્યો હતો, જ્યારે શીઝાને આ સમગ્ર મામલામાં કહ્યું છે કે તેણે ઉંમર અને ધર્મના કારણે તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું.

અભિનેત્રીના આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ આત્મહત્યા કેસમાં છેલ્લી 15 મિનિટનું રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે. કેસની સમગ્ર તપાસ આ છેલ્લી 15 મિનિટ પર ટકે છે. આત્મહત્યાની માત્ર 15 મિનિટ પહેલાં તુનીષા અને શીઝાને સાથે લંચ કર્યુ હતુ અને લંચ પછી 15 મિનિટમાં એવું તો શું થયું કે તુનીષાએ મેકઅપ રૂમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ. ટીવી સીરિયલ સિવાય તુનીષા શર્માએ ‘ફિતૂર’ અને ‘બાર બાર દેખો’ ફિલ્મમાં યંગ કેટરીના કૈફની ભૂમિકા નિભાવી ઘણી ઓળખ મેળવી હતી. આ સિવાય પણ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

Shah Jina