રાજકોટમાં યુવાનને ખેંચ આવતા હોસ્પિટલ લઇ ગયા પણ ડોક્ટરની તપાસમાં જે સામે આવ્યું તેને બધા જ લોકોને ચોંકાવી દીધા…

આજકાલ કોણ કઈ બીમારીથી પીડાતું હોય તે કોઈને ખબર નથી હોતી, ઘણીવાર નાની એવી સમસ્યાને લઈને આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે માલુમ પડે કે સામાન્ય દેખાતી આ બીમારી તો કંઈક બીજું જ છે અને પછી ચિંતાઓ શરૂ થઇ જતી હોય છે, આવી બીમારીઓના કારણે પરિવારમાં પણ ચિંતાનો માહોલ ફરી વળે છે, ત્યારે હાલ આવી જ એક બીમારીથી જૂનાગઢનો યુવાન પીડાતો હતો પરંતુ હોસ્પિટલમાં ગયા બાદ જે સામે આવ્યું તે ખુબ જ ચોંકાવનારું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકમાં આવેલા નીલાખા ગમે રહેતા 40 વર્ષીય જગદીશભાઈ હુંબલને અચાનક ખેંચ આવતા જૂનાગઢની અગત્સ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટરોએ તેના એમઆરઆઈ સ્કેન કરાવ્યું હતું જેમાં જાણવા મળ્યું કે તેને સિનોનસલ સિનોનાસલ મેલાનોમા નામની જીવલેણ ગાંઠ છે.

આ ગાંઠ અસામાન્ય રીતે નાકમાંથી મગજમાં ફેલાતી હોય છે, ત્યારે હોસ્પિટલના ડોક્ટર ધવલ ગોહિલ અને રવિ જાળવે એમઆરઆઈ કરતા જગદીશને આ ગાંઠ નાકમાંથી છેક મગજ સુધી ફેલાઈ હોવાનું જાણવા મળતા જ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી અને 12 કલાક સુધી ઓપરેશન કરી અને આ ગાંઠનું નિદાન કરીને જગદીશને નવું જીવન આપ્યું હતું.

વિશ્વભરમાં આ રીતે ગાંઠ મગજમાં ફેલાવવાનો આ માત્ર ત્રીજો કિસ્સો છે. હાલ જગદીશની હાલત એકદમસ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલાંથી રજા પણ આપી દેવામાં આવી છે. હોસ્પિટલના ડોકટરોની કુશળતા અને આવડતના કારણે જગદીશને એક નવું જીવન મળ્યું હતું અને તકલીફમાંથી પણ રાહત મળી હતી.

Niraj Patel