જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

તુલસીના છોડના 5 ચમત્કારી ઉપાય, થશે દરેક મનોકામના પૂર્ણ અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ,તમે પણ અપનાવી જુઓ આ કારગર ઉપાય..

ધાર્મિક શાસ્ત્રોના અનુસાર એવા ઘણા છોડ છે જેને પવિત્રતાની દ્રષ્ટિ સ્વરૂપે માનવામાં આવ્યા છે.પણ એમાંના જ એક છોડ તુસલીને ધાર્મિક સ્વરૂપે ખુબ મહત્વ આપવામાં આવે છે. આજે દરેક કોઈના ઘરમાં તુસલીનો છોડ ચોક્કસ હોય છે.હિંદુ ધર્મમાં તુલસીના છોડને સ્વર્ગના છોડ તરીકે જાણવાની સાથે સાથે ખુબ પવિત્ર પણ માનવામાં આવે છે.

Image Source

તુલસીના છોડ સાથેની અનેક માન્યતાઓ જોડાયેલી છે.સવાર-સાંજે તુસલીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.તુલસીની પૂજા કર્યા વગર દરેક આરાધના અધૂરી માનવામાં આવે છે માટે મોટાભાગે ઘરની સ્ત્રીઓ સવારે ઉઠતા જ તુલસીની પૂજા ચોક્કસ કરે છે.

Image Source

જણાવી દઈએ કે ધાર્મિક દ્રષ્ટિની સાથે સાથે વૈજ્ઞાનિક સ્વરૂપે પણ તુલસીના છોડના ઘણા ફાયદા છે. સ્વાસ્થ્ય માટે તુલસીનો છોડ ખુબ જ ફાયદેમંદ છે. ઘણી એન્ટી બાયોટિકમાં તુલસીના પાનનો ઉપીયોગ કરવામાં આવે છે આ સિવાય જો તુલસીના એક-બે પાનને રોજ ચાવવામાં આવે તો તે અનેક બીમારીઓનું સમાધાન લાવે છે.

Image Source

તુલસીનો છોડ અનેક ગુણોથી ભરપૂર છે. રોજ પૂજા કરવાના સમયે પણ ફૂલોની સાથે સાથે તુલસીના પાનને પણ ઉમેરવામાં આવે છે.તુલસીના છોડની પૂજા માં એટલી શક્તિ રહેલી છે કે તે તમારા સુતેલા ભાગ્યને પણ જગાડી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે.

Image Source

એવામાં આજે અમે તમને તુલસીના છોડના અમુક એવા ઉપાયો જણાવીશું જેના દ્વારા તમે તમારા જીવનની અનેક સમ્સ્યાઓનને દૂર કરી શકશો.

1.માન-સમ્માન મેળવવા માટે:
મોટાભાગે લોકોને પોતાના કાર્યસ્થળ પર અધિકારીઓ કે બોસ દ્વારા અપમાનનો સામનો કરવો પડતો હોય છે.એવામાં તુલસીના છોડનો આ ઉપાય તમને આ અપમાનથી બચાવી શકે છે.તેના માટે સોમવારના દિવસે તુલસીના બીજને સફેદ કપડામાં બાંધીને ઓફિસનની બહારની કોઈ ખાલી જગ્યામાં દાંટી દો.આ ઉપાયથી ઓફિસમાં તમને માત્ર માન-સમ્માનની જ પ્રાપ્તિ થાશે.

Image Source

2.બાળકોના જિદ્દી સ્વભાવને અટકાવવા માટે:
મોટાભાગના લોકોના બાળકો એકદમ જિદ્દી સ્વભાવના હોય છે અને પોતાનું ધાર્યુ જ કરતા હોય છે જેને લીધે માતા-પિતાને પણ અનેક સમસ્યાઓ આવતી હોય છે. બાળકોના જિદ્દી સ્વભાવને દૂર કરવા માટે તુલસીનો આ ઉપાય તમને મદદરૂપ થઇ શકે છે. જેના માટે તમારા બાળકને પૂર્વ દિશામાં લઇ જઈને તુલસીના ત્રણ પાન ખવડાવવામાં આવે તો તમારા બાળકનો જિદ્દી સ્વભાવ દૂર થઇ શકે છે અને તમારું સંતાન ખોટા રસ્તા પર જાતું પણ અટકી શકે છે.

Image Source

3.વ્યાપારમાં વધારો કરવા માટે:
મોટાભાગે લોકોને વ્યાપાર-ધંધામાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે પણ આજ ઉતાર ચઢાવ આર્થિક સ્થિતિને પણ બગાડી શકે છે.એવામા વ્યાપાર-ધંધામાં ઉન્નતિ મેળવવા માટે અને ધનહાનિથી બચવા માટે કાચું દૂધ દરેક શુક્રવારની સવારે તુલસીના છોડને ચઢાવવું જોઈને અને મીઠાઇનો પ્રસાદ પણ ભોગ સ્વરૂપે અર્પણ કરવો જોઈએ.આ ઉપાય તમારા વ્યાપારમાં સફળતા ના અનેક માર્ગો ખોલી દેશે.

Image Source

4.નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે:
ઘરમાં આવેલી નકારાત્મક ઉર્જા એક હસતા-ખેલતા પરિવારને વિખેરી શકે છે.નકારાતમક ઉર્જાને દૂર કરવા માટે તુસલી ખુબ ફાયદેમંદ રહે છે, જેના માટે પિતળના કોઈ એક વાસણમાં પાણી લઈને તેમાં 4 થી 5 તુલસીના પાનને લઈને મૂકી એક દિવસ સુધી રહેવા દો અને બીજા દિવસે તેને ઘરની દરેક જગ્યાએ તથા મુખ્ય દ્વાર પર છાંટો.અમુક જ સમયમાં ઘરમાંથી નકારાત્મક્તા દૂર થઇ જશે અને સકારાત્મકતાનું આગમન થાશે.

Image Source

5.ઈચ્છીત પાર્ટનર સાથે લગ્ન કરવા માટે:
મોટાભાગે એવું બનતું હોય છે કે ઈચ્છીત પાર્ટનર સાથે લગ્ન કરવામાં ઘણી એવી અડચણો આવતી હોય છે.ખાસ કરીને પ્રેમ લગ્ન કરનારા લોકો માટે આ ખુબ ગંભીર સમસ્યા છે. એવામાં તમે પણ જો લગ્નની અડચણોને દૂર કરવા માંગો છો તો રોજ તમારા ઘરના આંગળાના તુલસીના છોડની પરિક્રમા કરો અને તેને નિયમિત પાણી ચઢાવો અને પૂજા કરો, ટૂંક  સમયમાં જ તમારા મનગમતા પાર્ટનર સાથે લગ્ન થઇ જાશે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.