હેલ્થ

સવારે ખાલી પેટે ખાવ તુલસીના પાન, એક વાર ફાયદા જાણશો તો રોજ ખાશો

ધીમે-ધીમે શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. શિયાળામાં લોકોને શરદી જેવા રોગ તો સામાન્ય થઇ જાય છે. તો હાલ તો કોરોના જેવી મહામારી ચાલી રહી છે. આપણે ઘણા આયુર્વેદિક ઉપચાર કરતા હોય છે. શિયાળામાં તુલસી ઘણી બીમારીઓ સામે લક્ષણ આપે છે.

Image source

તુલસીની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવા અને કોરોના વાયરસની ઝપેટે આવતા લોકોને બચાવી રાખે છે. પરંતુ શું તમને ખબર છે કે તુલસીના પાન દરરોજ સવારે ઉઠીને ખાવાથી ઘણી બીમારી સામે રક્ષણ આપી શકાય છે સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તુલસી ફક્ત કોરોના વાયરસથી જ નથી બચાવતી પરંતુ ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

Image source

જાણો તુલસીના પાન ખાવાથી શરીરને શું ફાયદો થાય છે.

1.ત્વચામાં લાવે છે નિખાર દરરોજ સવારે તુલસીના પાન ખાવાથી ત્વચામાં નિખાર આવે છે. તુલસીના ગુણકારી પાન લોહીને શુદ્ધ કરે છે. આ સાથે તુલસીના પાંદડામાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ ત્વચાને સારી રાખવામાં મદદ કરે છે.

Image source

2.પાચન ક્રિયા મજબૂત થાય તુલસીમાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન, ફાઇબર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. આ સાથે તે પાચનની પ્રક્રિયાને પણ મજબૂત બનાવે છે. તુલસી એસિડ રિફ્લક્સને સંતુલિત કરે છે અને પેટમાં રહેલ પીએચને સંતુલિત રાખે છે.

3.બ્લડ શુગરને કરે છે કંટ્રોલ તુલસીના પાનમાં એવી વસ્તુઓ હોય છે જે કોષોના  કામકાજને વધુ બહેતર બનાવે છે. આ સાથે બ્લડ શુગરને સંતુલિત કરવાનું પણ કામ કરે છે. તુલસીના સેવનથી પેટમાં ગેસ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત આપે છે.

Image source

4.શરદી-ઉધરસમાં કારગર બદલાતી મોસમમાં શિયાળાની ઠંડીથી મોટાભાગના લોકો પરેશાન છે. જો તમારે આથી બચવું હોય તો દરરોજ તુલસીના પાન ચાવો. તુલસીના પાન રોગપ્રતિકારક શક્તિ વધારનારા અને નુકસાનકારક બેક્ટેરિયા સામે લડે છે.

5.તણાવથી રાહત તુલસી તણાવને દૂર કરવાનું કામ કરે છે. તે નર્વસ સિસ્ટમને હળવા કરવામાં અને લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. જો તમને તણાવની સમસ્યા હોય તો પછી રોજ સવારે 4 પાન ખાઓ. આ તમારો મૂડ સુધારશે અને તણાવ પર નિયંત્રણ કરશે.