જ્યોતિષ શાસ્ત્ર

તુલા રાશિના લોકોનુ 2020મુ વર્ષ કેવું જશે જુઓ. જાણો આખા વર્ષનું ભવિષ્યફળ

વાર્ષિક રાશિફળ – સિંહ રાશિ, કર્ક રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિના જાતકો પોતાનું વાર્ષિક રાશિફળ જાણવા પોતાની રાશિની લિંક પર ક્લિક કરે.

તુલા રાશિ

લકી નંબર – 5, 6, 9

લકી દિવસ- રવિવાર, સોમવાર, મંગળવાર

લકી કલર – વાદળી અને લીલો

તુલા રાશિના લોકોનો સ્વભાવ:-

તુલા રાશિના લોકો બોલવામાં મધુર હોય છે.

તેઓ હંમેશા બીજા ને મદદ કરવા માટે માટે તત્પર રહે છે. તેઓ જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી પોતાની વાત બીજાને શેર કરવામાં માનતા નથી. તે પોતાની મધુર વાણીથી લોકોના દિલ જીતી લે છે. તેમને ગીત સંગીત સાથે ખૂબ લગાવ હોય છે.

Image Source

તેઓ કોઈ ની અંદર માં કામ કરી શકતા નથી તેઓ સ્વતંત્ર નિર્ણય લેવામાં માને છે. બધા લોકો સાથે જલદી તાલ મેળવી શકતા નથી એટલા માટે તેમના મિત્રો મર્યાદિત સંખ્યામાં હોય છે. પરંતુ તેઓ તેમની મિત્રતા ખૂબ જ દિલથી નિભાવે છે. તેઓ પ્રેમને લઈને ખૂબ જ સિરિયસ હોય છે. પ્રેમ હોય કે લગ્નજીવન તેઓએ ખૂબ સફળતા પૂર્વક નિભાવે છે.

તેમને તેના સાથી સાથે રોમેન્ટિક મુસાફરી ગમે છે.

પ્રેમ હોય કે લગ્ન જીવન, તેઓ સમજદારીથી ખૂબ સફળતા પૂર્વક બંને સંબંધ નિભાવે છે.

તુલા રાશિના જાતકોની કરિયર:-

Image Source

રાશિફળ 2019 અનુસાર વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ જ પ્રગતિ કારક રહેશે. વિદ્યાર્થીઓ ના આત્મવિશ્વાસ મા વૃધ્ધિ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓ પોતાના ભણતર અને કરીઅરને લઈને ખૂબ જ સીરિયસ રહેશે. અને પોતાના લક્ષ્ય પૂરા કરવામાં ખૂબ જ મહેનત કરશે. સફળતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓએ શરૂઆતના દિવસોમાં ખૂબ જ મહેનત કરવી પડશે. પરંતુ મહેનત તમારા માટે સારું પરિણામ લાવશે.

પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સફળ રહેશે. ઉચ્ચ શિક્ષણ માટે આગળ વધનારા વિદ્યાર્થીઓને નવી તકોની પ્રાપ્તિ થશે. તમારી સફળતા જોઇને તમારા પરિવારના લોકો અને શુભચિંતકો તમારા વખાણ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ પોતાના ઉપર વિશ્વાસ રાખવો અને ઈમાનદારીથી લક્ષ્ય તરફ આગળ વધવું.

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉન્નતી કારક રહેશે. આ વર્ષે મળનારી બધી જ તકોનો લાભ ઉઠાવો.

નોકરી-વ્યવસાય:-

Image Source

2020 ના રાશિ અનુસાર નોકરી અને વ્યવસાય તમારી માટે ખૂબ જ સારા રહેશે. આ વર્ષે તમારામાં આત્મવિશ્વાસ ખૂબ જ રહેશે તમે અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. કામને લીધે યાત્રા વધી શકે છે. કર્મયોગી કે લોકોને પોતાના ક્ષેત્રમાં સન્માનની પ્રાપ્તિ થશે. વ્યવસાય કરતા લોકોને સારી તકો મળી રહેશે. સાથે જ તમે વ્યવસાયના વિસ્તરણ કેવી રીતે કરવો તેનો વિચાર કરી શકો છો.

વ્યવસાયની બધી યોજનાઓ ફળીભૂત થશે આ વર્ષે તમારા નવા વિચારો ખૂબ જ સફળ રહેશે. જે કાર્યને તમે હાથમાં લેશો તેમાં તમારી અપેક્ષા કરતાં ખૂબ જ સારા પરિણામ મળશે. તમારો આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત રહેશે. નોકરીની ઈચ્છા રાખનાર જાતકોને સફળતા મળશે. સામાજિક અને રાજનૈતિક કાર્યમાં સંકળાયેલા જાતકોને પ્રગતિ જોવા મળશે. કારકિર્દી માટે આ સમય શ્રેષ્ઠ રહેશે.

તુલા રાશિના લોકોનો પ્રેમ- વિવાહ:-

Image Source

2020 પ્રમાણે પ્રેમ અને વૈવાહિક જીવનમાં તુલા રાશિના જાતકો માટે ખૂબ જ સારા સમાચાર આવશે. તમારી લવ લાઇફ રોમેન્ટિક હશે. અવિવાહિત લોકો માટે આ વર્ષ ખૂબ જ આશાસ્પદ રહેશે. તમારા મનગમતા પાર્ટનરની મળવાની પૂરી શકયતા છે, જો તમે સિંગલ છો તો. વિવાહ માટે આ સમય અનુકૂળ રહેશે.

જે જાતકો લગ્ન કરવા માટે ઇચ્છુક છે અને તેમની ઉંમર થઈ ગઈ છે એ બધાને લગ્ન માટેના સારા પ્રસ્તાવ મળશે. આ વર્ષે તમે તમારા પાર્ટનરની અપેક્ષાઓ ખૂબ સારી રીતે સમજી શકશો અને તમારો સંબંધ મજબૂત બનશે. પાર્ટનર સાથે યાત્રાના પણ યોગ છે. પ્રેમ અને વૈવાહિક જીવન માટે આ સમય યાદગાર રહેશે.

તુલા રાશિવાળા લોકોનો પારિવારિક જીવન:-

Image Source

રાશિફળ 2019 અનુસાર આ વર્ષે પારિવારિક જીવન ખૂબ જ સમજણથી ભરપૂર રહેશે. એકબીજાને સમજતા તથા સંબંધને મજબૂત કરશે.

બોલ્યા વગર એકબીજાની ભાવનાને સમજી જશે. આ સમયમાં પારિવારિક ધાર્મિક કાર્ય થવાની શક્યતા છે. વર્ષના મધ્ય ભાગમાં ઘર પરિવારમાં કોઈ કાર્યક્રમ સંપન્ન થશે. તમે તમારા ઘરના સદસ્યો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. પરિવારની પ્રતિષ્ઠા વધશે. આ વર્ષે તમે પરિવારની જવાબદારી પૂરી કરવા માટે સક્ષમ હશો. પારિવારિક જીવન માટે એકદમ સફળ વર્ષ રહેશે.

તુલા રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ:-

Image Source

2020 અનુસાર આર્થિક સ્થિતિ માટે આ વર્ષ તમારે માટે ખૂબ જ સફળ રહેશે. આ વર્ષે આર્થિક મામલાઓમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ વખતે તમારી આવક પણ વધશે. યશની પ્રાપ્તિ થશે. કીર્તિ વધશે. આર્થિક લાભ લેવા માટે તમારે પોતાના રસ્તા જાતે જ કરવા પડશે. આ વર્ષે કોઈપણ પ્રોજેક્ટમાં કે કાર્યમાં નિવેશ કરતા પહેલા વિચારવું. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા પરિવારજનોને વાત કરવી. પરિવારનો પૂરતો સહયોગ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય:-

Image Source

તુલા રાશિના જાતકો માટે આ વર્ષે સ્વાસ્થ્ય સંતોષકારક રહેશે. સ્વાસ્થ્ય કથળે છે , તો પુરી સંભાવના છે કે તમે એકદમ સાજા થઇ જશો. તમારી જૂની બીમારી દૂર થશે. આ વર્ષે ઉર્જા જાળવવા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાનપાનમાં વિશેષ ધ્યાન આપવું. ધ્યાન અને યોગ દિનચર્યામાં ઉમેરવા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.