જીવતા પકડ્યા પછી કસાબને બ્રિગેડિયરે પૂછ્યું: તને છોડી દઈશ તો તું શું કરીશ? પછી મળ્યો આ જવાબ
26/11 મુંબઈ આતંકી હુમલાએ આખા દેશને ઝંઝોળીને રાખી દીધો હતો. આ હુમલા દરમિયાન પાકિસ્તાનનો રહેનારો આતંકી અજમલ કસાબ જીવતો પકડી લેવામાં આવ્યો હતો. કસાબને જીવિત પકડી લેવામાં મુંબઈ પોલીસના એએસઆઈ તુકારામ ઓમ્બલેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

શહીદ તુકારામ ઓમ્બલેએ પોતાની વીરતાના એવા દસ્તાવેજ લખ્યા જેને આવનારી સદીઓ હંમેશા યાદ રાખશે. તુકારામ ઓમ્બલેએ સફેદ સ્કોડા લઈને ભાગેલા અજમલ કસાબ અને ઇસ્માઇલની કારને ગોરેગાંવ ચૌપાટી પર રોકી હતી.

આ દરમિયાન ફાયરિંગમાં ઇસ્માઇલની મૃત્યુ થઇ ગઈ જયારે અજમલ કસાબની એકે 47 તુકારામ ઓમ્બલેએ પકડી લીધી હતી. આ દરમિયાન ફાયરિંગમાં તુકારામ ઓમ્બલેને ઘણી ગોળીઓ વાગી ગઈ હતી. તુકારામ અને અન્ય પોલીસકર્મીઓએ અજમલ કસાબને જીવિત પકડી લીધો હતો. ગંભીર રૂપથી ઘાયલ તુકારામ ઓમ્બલેએ હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

આ હુમલાના દરમિયાન લગભગ 60 કલાક સુધી આખું મુંબઈ ગભરાટમાં રહ્યું હતું. દરેક જગ્યાએ ફાયરિંગ અને હોટેલ તાજ અને હોટેલ ઓબેરોયમાં આતંકીઓના દાખલ થવાના અને ગોળીબાર કરવાની ખબરોએ દેશને જ નહિ પણ આખા વિશ્વને ડરાવીને રાખ્યું હતું. એનસીજીની તપાસ પછી દરેક આતંકીઓને મારી પાડ્યા અને લગભગ 60 કલાક પછી મુંબઈએ નિરાંતના શ્વાસ લીધા હતા.
પકડાઈ ગયા પછી શું બોલ્યો હતો કસાબ?:

કસાબને વર્ષ 2012માં ફાંસી આપવામાં આવી હતી, જો કે તેની પહેલા ઘણીવાર તેને પૂછતાછ કરવામાં આવી હતી. કસાબની પૂછતાછ કરનારા ઓફિસરોમાં રિટાયર્ડ ગોવિંદ સિંહ સીસોદીયા પણ હતા. એનએસજીના ડીઆઇજી રહેતા કસાબને પૂછતાછ કરી હતી, સિસોદીયાના આધારે જયારે કસાબને સવાલ કરવામાં આવ્યો કે જો તેને છોડી દેવાનો મૌકો આપવામાં આવે તો તે શું કરશે? તેના પર કસાબે જવાબ આપ્યો કે- “હું જઈને મારા માતા-પિતાની સેવા કરીશ.”
કસાબની ખૂબ જ નજીકથી તસ્વીર લેનાર ફોટો જર્નાલિસ્ટે કહી આ વાત –

આ હુમલા બાદ એક વ્યક્તિએ એક ખૂબ જ આઘાતજનક વાત પણ કહી હતી. આ હુમલા દરમ્યાન છત્રપતિ શિવાજી ટર્મિનસ પર આતંકી અજમલ કસાબની Ak-47 સાથેની ખૂબ જ નજીકથી તસ્વીર લેનાર ફોટો જર્નાલિસ્ટ સેબેસ્ટિયન ડિસુઝાનો આરોપ છે કે રેલવે સ્ટેશન પર હાજર પોલીસકર્મીઓએ કસાબ અને તેના સાથીઓને ભાગવા દીધા હતા. ડિસુઝાએ જણાવ્યું હતું કે જો સ્ટેશન પર જ તેમને કસાબ અને બીજા આતંકીઓને મારી પાડયા હોત તો કદાચ બીજા ઘણા જીવ બચી જતે. ડિસુઝાનો આરોપ છે કે સ્ટેશન પાસે પોલીસની બે ટુકડીઓ હાજર હતી, પણ તેમને કશું જ કર્યું નહીં.

ડિસુઝાનું નિવેદન પણ કસાબને ફાંસી અપાવવામાં ખૂબ જ મહત્વનું સાબિત થયું હતું. ડિસુઝાની ઓફિસ રેલવે સ્ટેશનની નજીકમાં જ હતી. ગોળીઓના અવાજને સાંભળતા જ તેઓ પોતાનો કેમેરા અને લેન્સ લઈને આ સ્થળ તરફ નીકળી પાડયા હતા.

પોતાનો કસાબની તસ્વીર લેવાનો અનુભવ અને એ આતંકી ક્ષણને યાદ કરતા ડિસુઝાએ કહ્યું હતું કે ‘હું પ્લેટફોર્મ પર હાજર ટ્રેનના એક ડબ્બામાં દોડીને ગયો અને ત્યાંથી તસ્વીર લેવાની કોશિશ કરી. પરંતુ જયારે મને કોઈ સારો એન્ગલ ન મળ્યો, તો હું બીજા ડબ્બામાં ભાગીને ગયો અને ત્યાં બેસીને આતંકીઓના આવવાની રાહ જોઈ. મારી પાસે તસ્વીર લેવા માટે સમય ખૂબ જ ઓછો હતો. મને લાગતું હતું કે તસ્વીર લેતા સમયે આતંકીઓએ મને કોઈ લીધો હતો, પણ કદાચ તેઓએ એ અવગણી દીધું.’
ડિસુઝા હાલ રીટાયર થઇ ચુક્યા છે. 67 વર્ષીય ડિસુઝાને કસાબની ખૂબ જ નજીકથી તસ્વીર લેવા માટે વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ પણ મળ્યો છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.