ગુરુ શિષ્યના સંબંધોને દાહોદના શિક્ષકે કર્યા શર્મસાર, ટ્યુશનમાં આવતી વિધાર્થીની સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ

દાહોદમાં નરાધમ શિક્ષક વિધાર્થીનીનો વોશરૂમ જતા સમયે પાછળથી વીડિયો ઉતારી લેતો પછી વારંવાર સુખ માણ્યું અને છેલ્લે તો હદ પાર કરી

સંબંધોને શર્મસાર કરતી ઘણી ઘટનાઓ આપણી આસપાસ જોવા મળતી હોય છે, ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોઈને આપણે પણ હચમચી જઈએ, ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ સામે દુષ્કર્મ અને છેડતી થવાની ઢગલાબંધ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે એવી જ એક ઘટના દાહોદમાંથી પણ સામે આવી છે.

દાહોદમાં બનેલી આ ઘટનાએ ગુરુ શિષ્યના સંબંધોને શર્મસાર કર્યા છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદના “હેતા” ટ્યુશન ક્લાસીસમાં આવતી એક વિધાર્થીનીનો વીડિયો શિક્ષકે ઉતારીને તેને બેલ્કમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને બ્લેકમેઇલ કરીને વિધાર્થીની સાથે અવાર નવાર દુષ્કર્મ પણ આચર્યું હતું.

વિધાર્થીની ઝાલોદમાં આવેલા “હેતા” ક્લાસીસમાં ટ્યુશન માટે જોડાઈ હતી, જ્યાં ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજી ડામોરે આ વિધાર્થીની ઉપર નજર બગાડી હતી. જયારે વિધાર્થીની વોશરૂમ જવા માટે ગઈ હતી ત્યારે શિક્ષકે આ કિશોરીનો ખાનગીમાં એક વીડિયો બનાવી લીધો હતો, જે કિશોરીને બતાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ ધમકીથી ગભરાઈ ગયેલી કિશોરી શિક્ષકના વશમાં થઇ ગઈ હતી અને વીડિયો વાયરલ કરવાની ના પાડી હતી, જેના બાદ શિક્ષકે ક્લાસરૂમમાં જ વિધાર્થીની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટના વિશે જો કોઈને જણાવીશ તો તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. જેના કારણે કિશોરી ડરી ગઈ હતી અને આ વાત કોઈને જણાવી નહોતી.

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે લીમડી હોસ્પિટલના ગાયનેક ડોકટરે ઝાલોદના ASPને જાણ કરી કે બે શિક્ષકો એક વિધાર્થીનીનો ગર્ભ પડાવવા માટે અલગ અલગ દવાખાનામાં ફરી રહ્યા છે, જેના અબ્દ પોલીસે આ બંને શિક્ષકો ઉપર વૉચ ગોઠવી હતી, તો બીજી તરફ કિશોરી વિધાર્થીને ચક્કર અને ઉલ્ટીઓ થતા તેને પોતાની માતાને આ સમગ્ર હકીકત જણાવી હતી. જેના બાદ માતાના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી.

તો બીજી તરફ શિક્ષક નૈનેશ ભુરીયા અને તેનો મિત્ર યુવતીને લઈને ઘણી હોસ્પિટલમાં ગયા પરંતુ ડોકટરો દ્વારા ગર્ભ પાડવાની ના પડી દેવામાં આવી હતી અને એ રીતે નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટી ગયો હતો, પોલીસે આ નરાધમ શિક્ષકને પકડીને હવે એ તપાસ પણ શરૂ કરી છે કે અગાઉ પણ કોઈ વિધાર્થીની સાથે દુષ્કર્મ તો નથી કર્યું ને સાથે જ ભોગ બનેલી યુવતીને ન્યાય અપાવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Niraj Patel