ખબર

સુરતમાંથી લંપટ ટ્યુશન ટીચરે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ અને પછી કર્યું વધુ એક ખતરનાક કામ, જાણો આખી મેટર

સ્પોકન ઇંગ્લિશ શીખવા જતી સગીરા પર નરાધમ શિક્ષકે દુષ્કર્મ આચર્યું પછી કર્યું વધુ એક ખતરનાક કામ, જાણો આખી મેટર

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલા પર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, છેલ્લા ઘણા સમયમાં તો સગીરાઓ સાથે પણ દુષ્કર્મના કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલીકવાર તો આવા કિસ્સાઓમાં કેટલાક સંબંધો પર લાંછન પણ લાગતી ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ છે. સુરતના ઈચ્છાપુરમાં સ્પોકન ઇંગલિશ ક્લાસમાં અભ્યાસ માટે આવતી કિશોરી પર ટીચરે દુષ્કર્મ આચરી તેનો વીડિયો ઉતાર્યો અને બાદમાં વીડિયો વાયરલ કરી દેતા પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો.

જ્યાં પરિવારની ફરિયાદના આધારે ઈચ્છાપોર પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી હતી. ટીચર સગીરાનો ક્લાસીસમાં એકલતાનો લાભ ઉઠાવી નોકરી આપવાની લાલચ આપી ઘરે લઇ ગયો અને ત્યાં બળજબરીપૂર્વક તેના પર બરાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે મોબાઈલમાં આવો વીડિયો ઉતારી વાયરલ કરી દીધો. ત્યારે વીડિયો વાયરલ કરી દેવાયા બાદ આ ઘટના અંગે સગીરાના પરિવારની ફરિયાદને આધારે શિક્ષક સામે બરાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીર ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ 10 માર્ચ 2023થી સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે જતી હતી અને આ દરમિયાન જ અરૂણ વર્માએ સગીરા પર દાનત બગાડી અને 27 માર્ચના રોજ સગીરાની એકલતાનો લાભ લઇ અને તેને નોકરી આપવાની લાલચ આપી તે ક્રિષ્નાનગર સોસાયટીમાં આવેલા તેના ઘરે લઇ ગયો અને આ સમયે તેણે નોકરી અંગે વાતચીત કરી અને પછી શારીરિક અડપલાં કર્યા.

જો કે, સગીરાએ પ્રતિકાર કરતા સગીરાને વાતોમાં ભોળવી તેણે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો અને આ દરમિયાન તેણે વીડિયો પણ મોબાઈલમાં ઉતારી લીધો. જો કે, લંપટ શિક્ષકે આ વીડિયો વાયરલ કરી દેતા અને આ મામલાની જાણ સગીરાના પરિવારને થતાં તેઓ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા અને નરાધમ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઈચ્છાપોર પોલીસે અરુણ વર્માની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.