
મંગળવારને હનુમાનજીનો વાર માનવામાં આવ્યો છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં ચાલી રહેલા દરેક ખરાબ ગ્રહોની અસર પણ દૂર થઇ જાય છે.જ્યોતિષશાસ્ત્રમાં મંગળવારના એવાજ અમુક ઉપાયો કહેવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી અમુક જ સમયમાં તમારું ભાગ્ય બદલાઈ શકે છે અને તમારા દરેક દુઃખોનું નિવારણ થઇ શકે છે.

1. મંગળવારના દિવસે રામ મંદિરે જાઓ અને હનુમાનજીના મસ્તકનું સિંદૂર ડાબા હાથના અંગુઠાથી લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.

2.મંગળવારની સવારે સ્નાન કર્યા પછી વડના પાનને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે આ પાનને અમુક સમય માટે હનુમાનજીની સામે રાખો. તેના પછી તેના પર કેસરથી શ્રીરામ લખો. હવે આ પાનને તમારા પર્સમાં રાખી લો. આવું કરવાથી ધન સંબંધી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.
3. મંગળવારની સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવો, હનુમાનજીને ખુશ કરવાનો આ સૌથી સરળ ઉપાય છે.

4.મંગળવારના દિવસે ઉપવાસ કરીને સાંજે બુંદીનો પ્રસાદ લોકોમાં વહેંચવાથી પૈસાની સમસ્યાથી છુટકારો મળશે.
5. જીવનની દરેક સમસ્યાઓના નિવારણ માટે હનુમાનજીના મંદિરમાં જાઓ અને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો.

6.મંગળવારની સાંજે હનુમાન મંદિરમાં એક રાઈના તેલનો અને એક ઘી નો દીવો પ્રગટાવો, અને ત્યાંજ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીની કૃપા મેળવવા માટેનો આ એક સરળ ઉપાય છે.
7.મંગળવારે અથવા શનિવારે હનુમાનજીની મૂર્તિની સામે બેસીને રામ નામનું જાપ કરો, તેનાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

જો કે લોકોમાં અમુક એવી માન્યતાઓ પણ છે જેને મંગળવારના દિવસે ન કરવી જોઈએ.
જેમ કે મંગળવારે વાળ કે નખ ન કાપવા જોઈએ. મંગળવારે કોઈ ધારદાર વસ્તુ ખરીદવી ન જોઈએ. મંગળવારે દક્ષિણ દિશામાં કોઈપણ ધારદાર વસ્તુ ના રાખો, મંગળવારે રસોઈ બનાવતી વખતે રોટલી કે શાક દાજવા દેવું ન જોઈએ. મંગળવારના દિવસે માંસાહારી ભોજન ન બનાવવું જોઈએ.મંગળવારે હનુમાનજીને ગોળનો ભોગ લગાવો અને તેને ગાયને ખવડાવો.આવું કરવાથી તમારી દરેક સમસ્યાઓનું નિવારણ થઇ જાશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.