લેખકની કલમે

તું નહિ – પ્રેમમાં પાગલ થયેલી દીકરીની લવ સ્ટોરી, આ કોઈ સ્ટોરી નહી પણ સત્યઘટના છે, જે વાંચીને તમે પણ ભાવુક થઈ જશો !!

તું નહિ…. ( એક ઘટના )

મયંક પટેલ :- વદરાડ

જિંદગીમાં મારા આવી એ શતરંજ રમી ગયા,
મને પોતાની બનાવીને સમય પસાર કરી ગયા.

કરમસદ નગરી. જ્યાં એક એક થી ચઢિયાતી સ્કૂલો અને કોલેજો આવેલી છે. જેમાં મેડિકલ કોલેજના પગથિયાં ચઢવા કેટલાય વિધાર્થીઓ મથામણ કરે પણ નસીબ.

આવી જ એક પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ જ્યાં સુંદર બગીચા, અને તમામ સુવિધાઓથી ભરપૂર કોલેજ અને એથી પણ સુંદર એ કોલેજના પ્રથમ વર્ષમાં જ પગ મુકનાર એ ગુલાબી ચહેરો એટલે મોહિની !!!!!!!.
જેવું નામ એવું જ એનું રૂપ અને એટલી જ સુંદર ખીલતી કળી. તેના ચહેરા ઉપરના એ ચશ્મા તેની સુંદરતામાં વધારો કરતા હતા. તેનું રેશમી બદન અને કામણઘારી આખો ભલભલાના હ્દયને પ્રેમમાં રંગી નાખે એવી હતી. આ મોહિની નવસારીના એક નાનકડા ગમડામાંથી મેડિકલ કોલેજ સુધી આવી પહોંચી હતી.

કોલેજ કેપમ્સ એ પણ મેડિકલ એટલે અહીં ટેલેન્ટનો ભરપૂર ખજાનો દરેક પાસે હતો. છોકરા અને છોકરીઓ અહીં ગુજરાતના ખૂણેખૂણેથી આવી ચઢયા હતા. જેમાં એક યુવાન ચહેરો હતો ઘાયલ !!!!!!!
આમ તો બન્નેની મુલાકાત એડમિશન સમયે થઇ ચુકી હતી. એજ સમયે શ્યામ રંગ ના આ ઘાયલ જોડે મોહિની જાણે ખેંચાઈ જતી હોય એમ તેને લાગતું હતું. કોલેજમાં શરૂઆતના પાંચ મહિના સુધી તો બન્ને એક્બીજાને જોવામાં જ રહ્યા. આંખોથી જ અહીં પ્રેમ પરસ્પર આપવામાં આવતો હતો. એકબીજામાં મગ્ન રહેતા બન્ને પ્રેમી પંખી એકબીજાને જોવામાં જ ખોવાઈ જતા હતા.

મોહિની જયારે જયારે ઘાયલને ક્લાસમાં જોતી તે સમયે તેની સહેલી મોહિનીને જોઈ રહેતી અને તેમની આ છુપા પ્રેમની ભાષા તે સમજી ચુકી હતી. એક જ કમ્પાઉન્ડમાં અલગ અલગ હોસ્ટેલમાં રહેતા હોવા છતાં સદાય એકબીજામાં ઓતપ્રોત હોય એવો અહેશાસ રહેતો હતો.
જોકે મેડિકલ કોલેજોમાં મોટેભાગે અહીં જ જીવનસાથી શોધી લેવામાં આવતા હોય છે. અહીં પણ મોટાભાગના છોકરા અને છોકરીઓ એકબીજાના હદયમાં જગા કરી ચુક્યા હતા. મોહિનીની સહેલી કહેતી ” આમ જ ક્યાં સુધી રાહ જોઇશ ઘાયલને પ્રપોઝ કરી દે. મને ખબર છે કે તે તને ગમે છે”. પણ મોહીની કહેતી ” યાર તેંજ યાદો મને સુવા પણ નથી દેતી દરેક પળ તે મારા હદયમાં ધબક્યા કરે છે. પણ ! મને ડર લાગે છે”. અંતે પોતાની સહેલી સાથે મળીને ઘાયલને પ્રપોઝ કરવાનું તેને વિચાળ્યું.

આખરે બન્ને બાજુ હદયમાં ચાલતા તોફાનોનો અંત આવી ગયો. બ્લેક પાયજામાં, સિમ્પલ સેન્ડલ, રેડ નીલ પોલિશ અને ગુલાબી હોઠોમાં પુરેલી લાલી આજે મોહિનીમાં ચાર ચાંદ લગાવતા હતા. બરોડા રેલ્વે સ્ટેશન ઉપર ગાડીના ઇન્તજારમાં બેઠેલા ઘાયલ જોડે પહોંચી. આંખ બન્ધ કરીને પોતાના હ્દયને શાંત કરીને તેને કહ્યું ” હું તને ખુબ પ્રેમ કરું શું. I love you “. આ પળ જેની રાહ ઘાયલ પણ જોતો હતો. આ એ ખુશી હતી જેનો આનઁદ કઇ અલગ હતો.ઘાયલે તરત પોતાનો હાથ મોહિનીના હાથમાં મૂકી દીધો. અને તેના હાથમાં રહેલી બેગ ઘાયલે ફેંકી દીધી અને હવામાં ઊંચો કુંદકો મારવા લાગ્યો.
હવે તો જેમ ગુલાબની કળી જેમ રોજ ધીરે ધીરે ખીલે એમ બન્નેનો પ્રેમ ખીલવા લાગ્યો. કરમસદની મધર ડેરીમાં બેસવું તો રોજ કાવેરી નાસ્તા હાઉસમાં નાસ્તા કરવા અને એકબીજાના હાથમાં હાથ મૂકીને પપ્પુભાઈના બુક સ્ટોલના પગથિયે જીવન જીવવાના વચનો આપવા. તો ઘાયલના બાઇક ઉપર બેસીને એ કરમસદની ગલીઓમાં ફળવું એ હેબિટ પડી ગઈ હતી.
ક્યારેક એકાંત મળે તો એના ગુલાબી હોઠોનું ચુંબન લેવાનું ઘાયલ ક્યારેય ભૂલતો ન હતો. તેના સરભરેલા હોઠ અને તેની ભરાવદાર છાતી તપસ્વીની તપસ્યા પણ ભંગ કરે એવી હતી. જેનો ભરપૂર પ્રેમ ઘાયલને મળતો હતો. પણ પ્રેમમાં કસોટી તો આપવી જ પડે ને ?. ઘાયલ જોડે તે પ્રેમ કરે છે એ વાત ઘરે કરી તો ઘરના બધા ” ના ” કહેવા લાગ્યા. પણ અંતે પ્રેમ આગળ બધાને જુકવું પડ્યું ને મોહિનીના પિતા એ કહ્યું ” પહેલા બન્ને ભણી લો પછી આગળ વાત “.

મોહિની મળ્યા પછી ઘાયલને પુસ્તકો સાથે ક્યાં પ્રેમ હતો ?. તે નાપાસ થયો આમ મોહિની પણ પોતાના પ્રેમ માટે આખરે બે સેમેસ્ટંર તો આગળ ચાલી ગઈ ને તે નાપાસ થતો ઘયો. અંતે પોતાના પ્રેમ માટે તે પણ પરીક્ષામાં ડ્રોપ આપ્યું. પણ તે સમજી ગઈ કે ઘાયલની રાહ જોવાય તેમ નથી. આખરે તે પાસ થઇ. અને તેના પિતાનું સ્વપ્ન પૂરું થયું દીકરી ડોક્ટર બની ગઈ.
અંતે તેની સગાઈ ઘાયલ જોડે કરવામાં આવી. ઘાયલ પણ ખુબ ખુશ હતો. પોતાના સબંધી અને માં બાપ સાથે ઝગડો કરીને મોહિની આખરે પ્રેમમાં પણ જીતી ચુકી હતી. હવે તો મોહિની એક સરકારી દવાખાનામાં નોકરી લાગી ચુકી હતી. જેનો ફાયદો ઘાયલને હતો. ઘાયલ હવે તેની પાસેથી પૈસા પણ માગતો. પોતાના પ્રેમ માટે તે પૈસા પણ આપતી હતી. તેને પરીક્ષામાં પાસ કરાવવા માટે મોહિની રજાઓ મૂકીને તેને વંચાવતી તેની જોડે જાગતી.અંતે ઘાયલ પણ પાસ થઈ ગયો.

જેની સાથે રહેના હૈ તેરે દિલમે અને દીવાનાપન ફિલ્મો જોઈ હતી . આ એ પ્રેમ હતો જેની બાહોમાં બાહો ક્યારેક ભળી હતી. જેના હોઠ ક્યારેક મોહિનીના બદન સાથે અથડાઈ ચુક્યા હતા. પણ બધું કુદરત આસાનીથી ક્યાં આપે ?.
સુખદ દિવસ પણ આવી ગયો. બન્ને એકબીજા સાથે પ્રભુતામાં પગલાં પણ પાડી દીધા. પણ અહીં ઘાયલના ઘરમાં રાજ ચાલતું એની માતાનું. કરિયાવર પણ ખુબ આપવામાં આવ્યું. પણ એ કરિયાવર ઘાયલના મોટા પિતાજીને ત્યાં પહોંચાડવામાં આવ્યું. હવે તો પૈસાની માગણીઓ થવા લાગી. તો મોહિનીના નામે જે પ્લોટ હતો એ પ્લોટને પણ ઘાયલના નામે કરવા તેની માતા મથામણ કરવા લાગ્યા. ધીરેધીરે ઘરના માણસોની ઓળખ મોહિનીને થવા લાગી. છ મહિના પછી મોહિની ખુબ બીમાર પડી. તેની એક આંખમાં રિએક્શન થયું . દવા ને બદલે ત્યાં ભુવા બોલાવવામાં આવ્યા. અંતે મોહિની તેના પિતાજી પાસે આવી ચઢી. ડોક્ટર ને બતાવતા માલુમ પડ્યું કે આ આંખને કારણે તેના આખી બોડીમાં રિએક્શન થયું હતું. કેશ ગંભીર હતો. મોહિનીને કલકત્તાની હોસ્પિટલમાં સારવાર કરવા લઈ જવાઈ.

એક વર્ષ પછી તેની હાલતમાં સુધારો થયો. આટલું બધું થયું છતાં તેની સાસુ એકવાર ખબર લેવા આવ્યા. જયારે ઘાયલ અઠવાડિયે એકવાર કોલ કરતો એ પણ તેની માતા થી છુપાઈને. અંતે મોહિનીને પણ પોતાના પ્રેમ ઉપરથી વિશ્વાસ તૂટી ગયો.

પથારીવશ પડેલી એક દીકરીને પોતાના પિતાની વાત યાદ આવી. હવે તેને સમજ થતી કે તે એક પ્રેમમાં આંધળી થઇ ચુકી હતી. મોહિનીએ તેના પિતાને લપાઈને રડવા લાગી. તેના પિતાની આંખોમાં પણ આશુ હતા. પણ તેમને થયું કે આજે તો મારી દીકરીને સાચી સમજ થઇ છે. એની ખુશી પણ હતી.
પ્રેમના જે કોલ હતા એ બધા જ તૂટી ગયા. આખરે મોહિનીએ પોતાનું જીવન લોકોની સેવા કરવા વિતાવવાનું ચાલ્યું કળ્યું. થોડા સમય પછી મોહિની પોતાના પતિ સાથે છૂટાછેડા પણ આપી દીધા. આજે ઘાયલ પોતાના નવા પરિવાર સાથે જિંદગી જીવી રહ્યો છે. જયારે મોહિની એકલી અટુલી છે

પ્રેમના એક કરુણ અંજામમાં થી બહાર આવીને મોહિની આજે પણ એક ડોક્ટરની ભૂમિકા બજાવતા લોક સેવાનું કામ કરે છે.

લેખક- મયંક પટેલ( વદરાડ)

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.