ખબર

ટ્રેનમાં ડોક્ટર ન મળ્યા તો ટીટીએ કરાવી ડિલિવરી, રેલવેએ કર્યા તેમના વખાણ

આપણે ટ્રેનો સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે પણ આજે એક એવા કિસ્સાની વાત કરીએ કે જે સૌથી અલગ કિસ્સો છે. એક ટ્રેનમાં એવું બન્યું કે જ્યા એકપણ ડોક્ટર ન હોવાના કારણે ટીટીઈએ એક ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી દીધી. ટીટીઈની મદદથી મહિલા યાત્રીએ બાળકને જન્મ આપ્યો.

Image Source

વાત એમ છે કે ટીટીઈ એચએસ રાણાએ રાતના સમયે ટ્રેનમા અન્ય મુસાફરોની મદદથી એક મહિલાની ડિલિવરી કરાવી. એક મહિલા મુસાફરને રાતના સમયે અચાનક ટ્રેનમા પ્રસવ પીડા થવા બાદ રાણાએ ટ્રેનમાં કોઈ ડોક્ટર શોધ્યા, તેઓએ ટિકિટ લીસ્ટથી આખી ટ્રેનમાં કોઈ ડોક્ટર મુસાફરને શોધ્યા પણ કોઈ ન મળવા પર તેમને જાતે જ મહિલાની ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું.

Image Source

ટીટીઈ એચએસ રાણા અને બીજા મુસાફરોની મદદથી એ મહિલા મુસાફરે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો, જે પછી આખી ટ્રેનમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ટીટીઈ એચએસ રાણાના આ કામને રેલવે મંત્રાલયે વખાણ કર્યા અને ટ્વિટ કરતા લખ્યું, ‘તેમના સારા દિલના અને મુસીબતના સમયે આ માનવતા ભરેલા કામે અમને ગૌરાન્વિત કરી દીધા છે.’

ટીટીઈ એચએસ રાણાના આ કામના લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ કરી રહયા છે. સામાન્ય રીતે તો રેલવે પોતાની ખરાબ સેવા માટે બદનામ છે પણ આ ઘટનાએ ભારતીય રેલવે પ્રતિ સન્માન પેદા કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks