હેલ્થ

પાણી વગર દવા લેવાની કોશિશ કરવાની હિમ્મત ન કરતા…ચેતી જજો, નહીંતર થશે એવું કે

આજે લાગે છે કે લોકો જંક ફૂડના રવાડે હોય કોઈને કોઈ બીમારીનો સામનો તો કરવો પડતો જ હોય છે. ત્યારે આજે લોકો માટે દવા લેવી એ તો સામાન્ય વાત થઇ ગઈ છે. ઘણા લોકોને દરરોજ દવાલેવી પડતી હોય છે. તો ઘણા લોકો આળસને કારણે પાણી વગર દવા પી લેતા હોય છે. પરંતુ જે લોકો પાણી વગર દવા પી લેતા હોય છે તે માટે ક્યારેક ગંભીર સાબિત થઇ શકે છે.

Image Source

પાણી વગર દવા પીવાનું કોઈ પણ કારણ હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો પાણી વગર દવા પીવાથી ગળામાં ફસાઈ જવાની શક્યતા રહે છે, જે ક્યારેક ગંભીર સાબિત થઇ શકે છે. કોઈ પણ દવા લેતી વખતે સલાહ આપવામાં આવે છે કે, પાણી અથવા કોઈ લીકવીડ સાથે દવા લેવી. પાણી કે લીકવીડ સાથે દવા લેવાથી સહેલાઈથી ગળી જવાય છે અને અન્નનળીમાં ફસાઈ જવાની શક્યતા નહિવત છે.

Image Source

પાણી વગર દવા પીવાથી અન્ન નળીમાં સોજો અને બળતરા થઇ શકવાની સંભાવના છે. પાણી વગર દવા પીવાથી છાતીમાં દુખાવો અને લોહી પડવાનું કારણ બની શકે છે. જણાવી દઈએ કે, પાણી વગર દવા પીવાની અસર તુરંત જ જોવા નથી મળતી પરંતુ તે લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે.

જો પાણી વગર દવા પીવાથી દવાને અન્નનળીમાંથી જવાનો કોઈ માર્ગ નથી મળતો જેના કારણે અન્નનળીની નાજુક પેશીને નુકસાન પહોંચે છે. દવાને કારણે પેશીઓને નુકસાન પહોચાડવાને કારણે ડિહાઇડ્રેશન અને ચાંદા પડવાની શક્યતા રહે છે.

Image Source

કોઈ પણ જટિલ સમસ્યાનો બચવાનો સૌથી બેસ્ટ ઉપાય હોય તો છે દવા લેતા સમયે પાણીની સેવન કરવું જોઈએ. ક્યારે પણ પાણી વગર દવાનું સેવન ના કરવું જોઈએ.

Image Source

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ દવા લેતાસમયે ઓછામાં ઓછું 250 મિલી પાણી પીવું જોઈએ. દવા લેતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે, ક્યારે પણ સુતા-સુતા દવા લેવી ના જોઈએ. સુતા-સુતા દવા લેવાથી ક્યારેક ગભરામણ પણ થઇ શકે છે. દવા હંમેશા બેસીને કે ઉભા રહીને જ લેવી જોઈએ. દવા લેતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે, સુવાના સમયથી 15 મિનિટ પહેલા દવા લેવી જોઈએ.જેથી દવા આરામથી અન્નનળીમાંથી પસાર થઇ જાય.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.