મનોરંજન

“સ્કૂલમાં જતી વખતે છોકરાઓ મારો સ્કર્ટ ઉઠાવવાનો પ્રયાસ કરતા હતા” પરિણીતી ચોપડાએ કર્યો મોટો ખુલાસો

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ કર્યો મોટો ખુલાસો

બોલીવુડના સેલેબ્રીટી ઘણીવાર પોતાના જીવનની ઘણી એવી બાબતો જણાવતા હોય છે જેને સાંભળીને આપણને પણ નવાઈ લાગે, અને તેમાં પણ બોલીવુડની અભિનેત્રીઓ જ્યારે બોલીવુડમાં આવ્યા પહેલાની ઘટનાઓ જણાવે છે ત્યારે ખરેખર માનવામાં પણ ના આવે કે તેમની સાથે આમ બની પણ શક્યું હશે, આવી જ એક ઘટના વિષે અભિનેત્રી પરિણીતી ચોપડાએ ખુલાસો કર્યો છે.

Image Source

પરિણીતીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે: “હું સાઇકલથી સ્કૂલમાં જતી હતી, કારણ કે અમારી પાસે કાર ખરડીવા માટેના પૈસા નહોતા, મારી કોઈ છેડતી અને હેરાન ના કરે ત માટે મારા પપ્પા થોડા જ દૂર પોતાની સાઇકલ લઈને ચાલતા હતા. ત્યારે છોકરાઓ મારી છેડતી કરતા હતા, એટલું જ નહીં મારો સ્કર્ટ ઉઠાવવાનો પ્રયત્ન પણ કરતા હતા.”

પરિણીતીએ આગળ જણાવતા કહ્યું હતું કે “મને મારા પેરેન્ટ્સ સાથે પણ એ વાતને લઈને નફરત થઇ ગઈ હતી કે તે મને સાઇકલ લઈને સ્કૂલમાં કેમ મોકલે છે અને તેમનો જવાબ હોતો કે તે મને સ્ટ્રોંગ બનાવવા ઈચ્છે છે.”

પરિણીતી ચોપડાએ જે ઇવેન્ટમાં આ વાત જણાવી હતી ત્યાં અભિએન્ટ અક્ષય કુમાર પણ હાજર હતા, અને પરિણીતીએ અક્ષય કુમારની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે: “મને ખુશી છે કે અક્ષયસર તમને લોકોને સેલ્ફ ડિફેન્સ શીખવવા માટેના કોઈ પૈસા નથી લઇ રહ્યા અને ના તમારે તેના માટે વર્દી પહેરવાની જરૂર છે. તમારી પાસે એ સુવિધાઓ છે જે મારી પાસે ક્યારેય નહોતી. હું નથી ઈચ્છતી કે તમારે પણ ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, અને જો આવી પરિસ્થિતિ આવે તો સામેં વાળને એક પાંચ લગાવી દેજો.”