ફિલ્મી દુનિયા

જાણો રાનુ મંડલનો મેકઅપ કરવાવાળી મેકઅપ આર્ટિસ્ટ શું કહે છે રાનુ મંડલની વાયરલ તસ્વીરો પર

છેલ્લા 2-3 દિવસથી રાનુ મંડલની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે, જેમાં રાનુના ચહેરા પર ખૂબ જ મેકઅપ દેખાઈ રહ્યો છે, જેને કારણે લોકો રાનુને ટ્રોલ કરી રહયા છે.

રાનુ મંડલને કાનપુરમાં એક સલૂનના ઓપનિંગ માટે બોલાવવામાં આવી હતી, જ્યા તેમનો મેકઅપ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટની તસ્વીરો સામે આવ્યા બાદ લોકોએ રાનુને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. અને તેના પર કરવામાં આવેલા મેકઅપ પર સવાલો ઉઠાવ્યા હતા.

Image Source

ત્યારે હવે રાનુના મેકઓવરનો મેકઅપ કરનાર મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ હવે પોતાની વાત જણાવી છે અને કહ્યું કે જે તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે એ ખરી તસ્વીરો નથી. તેને કહ્યું કે જે તસ્વીર વાયરલ થઇ છે એ ફેક છે, એને એડિટ કરવામાં આવી છે. કોઈએ તસ્વીરને એડિટ કરીને વાયરલ કરી દીધી છે અને રાનુને ટ્રોલ કરવા લાગ્યા છે. અમે તેમની સ્કિન સાથે મેલ ખાતો જ મેકઅપ કર્યો હતો. અમારી ઇવેન્ટમાં બીજી ત્રણ મોડલ્સ પણ હતી. તેમનો પણ રાનુ સાથે જ એ જ સમયે મેકઅપ થયો હતો.

Image Source

એ ચારે જણાએ રેમ્પવોક પણ કર્યું હતું. શું ઉંમર વધી જાય તો માત્ર સાડી જ પહેરી શકાય એવું નથી. ઘરેણા ન પહેરી શકાય એવું નથી. આને લઈને પણ લોકો રાનુને ટ્રોલ કરી રહયા છે. ફિલ્મ સ્ટાર પર એક-બે ટન મેકઅપ કરતા જ રહે છે, ત્યારે એને કોઈ ટ્રોલ નથી કરતુ. માત્ર રાનુને જ શા માટે ટ્રોલ કરવામાં આવે છે. આ સાથે સંધ્યાએ રાનુને કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી.

Image Source

નોંધનીય છે કે રાનુ મંડળની તસ્વીરો વાયરલ થયા પછી લોકો તેમને સખત રીતે ટ્રોલ કરી રહયા છે. કોઈએ તેની સરખામણી નન ફિલ્મના ભૂત સાથે કરી છે તો કોઈએ મોનાલિસાની તસ્વીરમાં રાનુ મંડળને ફિટ કરી છે.

ઉલ્લેખનીય છે કે હિમેશ રેશમિયાએ તેને તેની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી હતી. તેણે અત્યાર સુધીમાં ઘણા ગીતો ગાયા છે

આ તસવીરોમાં તે એક સુંદર લહેંગામાં જોવા મળી રહી છે, પરંતુ તેનો મેકઅપ તેના દેખાવને સારા બતાવવાને બદલે બગાડતો હોય તેવું લાગી રહ્યું છે. લોકો હવે આ માટે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામમાં તેની મજાક ઉડાવી રહ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ભારે મેકઅપમાં જોવા મળી રહી છે.
ઘણા બધા લોકોએ રાનુને સલાહ આપી અને પૂછ્યું કે તારે મેકઅપની શું જરૂર છે. તો એક તસવીર પણ વાયરલ થઈ જેમાં રાનું મંડલનો ચહેરો એકદમ ગોરો દેખાઈ રહ્યો છે, જેના પર લોકો જુદા જુદા મેમ્સ શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને રાનુ મંડલને નન બનાવી છે.
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગાઈને સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત પ્રખ્યાત બનેલા રાનુ મંડલ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. આ નવી તસ્વીરોમાં તેણે ડિઝાઇનર કપડાં પહેર્યા છે અને ભારે મેકઅપ કર્યો છે. લોકો રાનુના મેકઅપની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.