ખબર

અમેરિકી રાષ્ટ્ર્પતિ ટ્રમ્પ બોલ્યા-ચીન હાથની કઠપૂતળી બની ગયું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જલ્દી જ ફેંસલો લઈશ

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે અમેરિકા સહિત આખી દુનિયાને જકડી લીધું છે. કોરોનાના કહેરને લઈને વારંવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચીન પર આરોપ લગાવે છે.

Image Source

અમેરિકી રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન યુએસના ભંડોળ સાથે ચીન માટે કામ કરી રહ્યું છે. તેથી હું જલ્દી જ કોઈ નિર્ણય લેવા જઇ રહ્યો છું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને લઇ ટૂંક સમયમાં જ મોટી જાહેરાત કરશે. તે

Image source

થોડા સમય પહેલા ટ્રમ્પે WHO પર ચીનની કઠપૂતળી હોવાનો આરોપ મૂકતા ફંડ બંધ કરી દીધું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે WHO પર કોરોનાને લઇ ચીનની તરફદારી કરવાનો અને દુનિયાને ગુમરાહ કરવાનો પણ આરોપ મૂકયો છે. આ સાથે જ કહ્યું હતું કે, WHOએ અમેરિકાના પૈસાથી ચીન ને મળ કરી છે.

ટ્રમ્પે કહ્યું કે અમે ચીન જઈ મદદ કરવા માંગીએ છીએ. પરંતુ WHOના લોકો ઇચ્છતા નથી કે અમે ત્યાં જઇએ. અમે વિશ્વ સ્વાસ્થય સંગઠનને દર વર્ષે અંદાજે 50 કરોડ ડોલરનું ફંડ આપીએ છીએ, જ્યારે ચીન માત્ર 3.8 કરોડ ડોલરનું ફંડ આપે છે. ત્યારે ચીન WHOને કહેશે કે ક્યાં સમયે છે ?

Image source

વધુમાં કહ્યું હતું કે,વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચીનના હાથોની કઠપૂતળી બની ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચીનની દરેક વાત માની જાય છે, પરંતુ અમારી ચિંતા કરતું નથી.

એક સવાલમાં જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીનની સાથે સાથે તે પણ ખૂબ જ કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યા છે. અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ફંડ તે સમયે બંધ કર્યું છે જયારે આખી દુનિયા કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહી હતી. અમેરિકાનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ચીને કોરોના વાયરસને દુનિયાથી છુપાવ્યો.

Image Source

વૈશ્વિક મહામારીની સૌથી વધુ ઝપટમાં અમેરિકા છે. અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાયરસના 1,322,163થી વધુ કેસ સામે આવી ચૂકયા છે. જેમાંથી 78,616થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.