અમેરિકામાં અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા બાદ દેશભરમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. શુક્રવારે રાતે વ્હાઇટ હાઉસ પ્રદર્શન કર્યું હતું. તે હિંસક પ્રદર્શનની તીવ્રતા એ હકીકતથી સમજી શકાય છે કે તે સમય દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડા સમય માટે ભૂગર્ભ બંકર પર લઈ જવામાં આવ્યા હતા.

ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલો પ્રમાણે, શુક્રવારે સાંજે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શનના કરાણે ટ્રમ્પને થોડો સમય અન્ડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા. રવિવારે રાત્રે દેખાવકારોએ વ્હાઈટ હાઉસ સામે 200 વર્ષ જૂના સેંટ જોન્સ ચર્ચને પણ આગચંપી કરી.દેખાવકારોની માંગને પગલે પોલીસકર્મીઓ ઘૂંટણિયે પડીને જાણે માફી માંગતા હતા. બાદમાં પોલીસે દેખાવકારોને શાંતિથી દેખાવો કરવાની અપીલ કરીને હિંસાનો સહારો નહીં લેવાનું કહ્યું હતું.

કોરોના મહામારીથી ઘેરાયેલું અમેરિકા હવે વંશીય હિંસા વિરુદ્ધ થઈ રહેલા હિંસક આંદોલનોની લપેટમાં છે. લાખો લોકો રસ્તા પર ઉતરીને અમેરિકન પોલીસની કાર્યવાહીનો હિંસક વિરોધ કરી રહ્યા છે. અહીંના 50માંથી 40 રાજ્યના 140 શહેરમાં આ હિંસક આંદોલન ફેલાઈ ગયું છે. વૉશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં તો કર્ફ્યૂ જાહેર કરવો પડ્યો છે.

અમેરિકામાં અશ્વેત યુવકના મૃત્યુ પછી દેખાવકારોઓએ વૉશિંગ્ટન સહિતના શહેરોમાં ઠેર ઠેર આગચંપી કરી હતી. ફ્લોઈડને ન્યાય અપાવવા અમેરિકા જ નહીં, કેનેડા અને યુરોપના દેશોમાં પણ પ્રદર્શનો થયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.