ખબર

ભારતને આપ્યો મોટો ઝટકો: ભારત પ્રવાસ પહેલાં ટ્રમ્પ બોલ્યા- મોદી મને બહુ ગમે છે, પણ…

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમના પ્રવાસ પર ભારત સાથે કોઈ ટ્રેડ ડીલ નહિ થાય. જો કે તેમને એવો ભરોસો પણ આપ્યો છે કે અમેરિકન ઈલેક્શન પહેલા ભારત અને અમેરિકા વચ્ચે એક મોટી સમજૂતી થશે. ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ પોતાના પહેલા ભારત પ્રવાસે આવી રહયા છે. ભારત અને અમેરિકા વચ્ચે આ ટ્રેડ ડીલ લાંબા સમયથી અટકેલી છે.

Image Source

પત્રકાર સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, અમે ભારત સાથેના વેપાર સમજૂતી કરી શકીએ છીએ, પરંતુ હું મોટી ડીલને પછી માટે બચાવી રહ્યો છું. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે શું તે ભારતની મુલાકાત પહેલા વેપાર અંગે કોઈ કરાર કરશે, તો તેમણે કહ્યું કે ભારત સાથે મોટો વેપાર કરાર થશે, અમે તે ચોક્કસ કરીશું. પરંતુ ચૂંટણી પહેલા આવું થશે કે કેમ તે ખબર નથી.

ટ્રમ્પે હાલમાં જ ભારત પ્રવાસ પહેલા વેપાર કરાર વિશે કહ્યું હતું કે અમે એક વધુ સારી ડીલ કરીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારત અમેરિકા સાથે વેપારમાં સારું વર્તન કરતું નથી. જોકે, ટ્રમ્પે વડા પ્રધાન મોદીને એક સારા મિત્ર ગણાવીને તેમની પ્રશંસા કરી હતી.

Image Source

ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વેપાર કરારનું આ પ્રારંભિક પગલું છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા આ ડીલને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે. જેથી ટ્રમ્પ ભારત આવે ત્યારે આ કરાર પૂરો થઇ જાય. જો કે, એવું માનવામાં આવે છે કે અમેરિકા એમાં હજુ વધુ વાટાઘાટો ઇચ્છે છે. આ ડીલ લગભગ 10 અબજ ડોલર (71,000 કરોડ રૂપિયાથી વધુ) ની છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.