ખબર

ટ્રમ્પ સરકારે અમેરિકામાં નોકરીના સપના જોતા ભારતીયોને આપ્યો ઝટકો, H-1B વિઝા પર લગાવ્યા પ્રતિબંધ

મોદીજીના પરમ મિત્રએ ભારતીયોના સપના ચૂર ચુર કરી નાખ્યા, જાણો

ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા એચ-1બી વિઝા પર નવા પ્રતિબંધની ઘોષણા કરી છે. આ નવા નિયમથી અમેરિકન વર્કસને રોજગારનો વધુ મોકો મળશે અને ઇમિગ્રેશન પર લગામ લગાડવામાં આવશે. યુએસ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ ફેંસલોઃઅમેરિકી શ્રમિકોની સુરક્ષા, અખંડતાને પુનઃ સ્થાપિત કરવા માટે લેવામાં આવ્યો છે.

Image source

અમેરિકા દર વર્ષ 85000 એચ-1બી વિઝા મંજુર કરતા હતા. આ વિઝાની મદદથી સ્કિલ્ડ વર્કર્સ અમેરિકા નોકરી માટે પહોંચે છે. માનવામાં આવે છે કે, નવો નિયમ લાગુ થયા બાદ સૌથી વધુ નુકસાન ભારતીય ટેક પ્રોફેશનલને થશે. કહેવામાં આવે છે કે, 5 લાક અમેરિકન આ મહામારીમાં H1B non-immigrantsને કારણે બેરોજગાર થઇ ગયા છે.

Image source

અમેરિકી સરકારી ડેટા અનુસાર, અમેરિકમાં જેલલા એચ-1બી વિઝાને મંજૂરી આપવામાં આવે છે તે પૈકી 70 ટકા ભારતીય પ્રોફેશનલને ફાળે જાય છે. આ બાદ ચીનનો નંબર આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે, નવા નિયમ લાગુ થયા બાદ જે લોકો વિઝા માટે એપ્લાઇ કરે છે તેમાંથી અમુક લોકોને જ વિઝા આપવામાં આવશે.

Image source

કર્મચારીઓને વિશેષ કામ માટે આપવામાં આવતા વિઝાને યુ.એસ. માં એચ 1 બી વિઝા કહેવામાં આવે છે. એચ -1 બી વિઝા એક ગૈર-પ્રવાસી વિઝા છે. અમેરિકન કંપનીઓ અન્ય દેશોના તકનીકી નિષ્ણાતોને રોજગારી આપે છે. નિયુક્તિ બાદ યુએસ સરકાર પાસે આ લોકો માટેનો એચ-1 બી વિઝા માંગવામાં આવે છે. અમેરિકાની સૌથી વધુ આઇટી કંપનીમાં દર વર્ષ ભારત અને ચીન જેવા દેશોના લાખો કર્મચારીઓની નિયુક્તિ આ વિઝા દ્વારા કરવામાં આવે છે.

Image source

જો એચ-1બી વિઝા ધારક વ્યક્તિએ કંપનીની સાથે કૉન્ટ્રૅક્ટર ખતમ કરી લીધા હોય તો વિઝા સ્ટેટ્સ બનાવી રાખવા માટે તેને 60 દિવસમાં નવી કંપનીમાં જોબ શરૂ કરી દેવી પડે છે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના જણાવ્યા મુજબ, એચ-1બી વિઝાથી સૌથી વધુ ભારતીય નાગરિકોને ફાયદો થાય છે.