વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં થઇ છે. અમેરિકમાં કોરોનાની જેવી મહામારી વચ્ચે બેરોજગારી વધી છે. આ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પએ આ ચોંકાવનારો આચંકો આપ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતને મોટો આંચકો આપતાં H-1B વીઝા પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. 31 ડિસેમ્બર 2020 સુધી તેની પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે. તેનાથી સૌથી મોટું નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને થશે.

અમેરિકામાં કામ કરવા માટે H-1B વીઝા મેળવનાર લોકોમાં સૌથી વધારે ભારતીય આઈટી પ્રોફેશનલ હોય છે. જોકે એવી પણ સંભાવના છે કે નવા વીઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વીઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર પડશે નહીં.

જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે અમેરિકામાં બેરોજગારી વધી છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી 2,40,000 લોકો પ્રભાવિત થશે. અમેરિકામાં દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા મળે છે. જેમાં 70 ટકા ભારતીયોને ફાળે આવે છે.

મંગળવારે ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા તેમજ H-4, H-2B, J અને L વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી શકે છે. ટ્રમ્પે આવા વિઝા માટે લોટરી સિસ્ટમ તાત્કાલિક બંધ કરવા કહ્યું હતું. H-2B વિઝા છોડીને અન્ય તમામ વિઝાના સસ્પેન્ડ થવા પર ભારતીયોને અસર થશે. H-2B વિઝા સામાન્યપણે મેક્સિકોના પ્રવાસીઓને કામ આવે છે. અમેરિકામાં દર વર્ષે 10 લાખ કર્મચારી બીજા દેશોથી આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.