ખબર

કોરોના વાયરસ: પત્રકારના આ સવાલ પર ભડક્યા ટ્રમ્પ, ચીનને એક જ સેકન્ડમાં આડે હાથ લીધું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સવાલને લઈને એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે પ્રેસ બ્રીફિંગ અધ વચ્ચે જ છોડી દીધી. વ્હાઇટ હાઉસમાં સોમવારે કોરોના વાયરસ અંગેની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એશિયન-અમેરિકન પત્રકાર સાથે ટ્રમ્પની દલીલ થઇ હતી.

Image Source

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે એક પત્રકારે પ્રશ્ન કર્યો કે અમેરિકામાં દરરોજ હજારો લોકો કેમ મરી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે આનો જવાબ ચીનને પૂછવા કહી દીધું. એટલું જ નહીં, આ પછી તેણે અન્ય કોઇ સવાલનો જવાબ ન આપ્યો અને પ્રેસ કોન્ફરન્સ છોડીને ચાલ્યા ગયા.

જણાવી દઇએ કે કોરોનાન લેટેસ્ટ પરિસ્થિતિ અંગે વ્હાઇટ હાઉસમાં દરરોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ભાગ લે છે. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એશિયન અમેરિકન પત્રકાર જિયાંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે તેઓ કોરોના વાયરસ પરીક્ષણને વૈશ્વિક સ્પર્ધા તરીકે કેમ જુએ છે, જયારે કે દેશમાં અત્યાર સુધીમાં 81 હજારથી વધુ લોકોનાં મોત થઇ ચુક્યા છે.

આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, આ પ્રશ્ન મને નહીં પરંતુ ચીનને પૂછો. ત્યારબાદ ટ્રમ્પે સીએનએન માટે વ્હાઇટ હાઉસના પત્રકાર કેટલિન કોલિન્સને આગળનો સવાલ પૂછવા કહ્યું, પણ તે દરમિયાન જિયાંગે ફરીથી પૂછ્યું, “તમે મને ખાસ કરીને આ વાત કેમ કહી રહ્યા છો સાહેબ?” શું આ જવાબનું કારણ એમનું એશિયન હોવું તો નથી ને? આ પછી, બંને વચ્ચે દલીલો શરૂ થઈ હતી.

ટ્રમ્પે કહ્યું કે, હું વિશેષરૂપથી કોઈ માટે નથી કહી રહ્યો. આ જવાબ તે બધા લોકો માટે છે જે મને આવા ખરાબ પ્રશ્નો પૂછે છે. જિયાંગે કહ્યું, આ કોઈ ખરાબ પ્રશ્ન નથી. તો ટ્રમ્પ બોલ્યા – એનાથી શું ફરક પડે છે? આ પછી, ટ્રમ્પે અન્ય કોઈ પત્રકારના સવાલનો જવાબ ન આપ્યો અને પ્રેસ કોન્ફરન્સ અધૂરી છોડીને ચાલ્યા ગયા. જણાવી દઇએ કે અમેરિકામાં કોરોનાને કારણે 80 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે લાખો લોકો હજી પણ સંક્રમિત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.