ખબર

ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારતનું મુલાકાતે છે ત્યારે 24 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદ આવ્યા હતા અને એ પછી તેઓ આગ્રાની મુલાકાતે ગયા હતા. આગ્રામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મિલાનિયા સાથે તાજમહેલ જોવા પહોંચ્યા હતા.

Image Source

આ પહેલા આગ્રા પહોંચવા પર એરપોર્ટ પર તેમની આગેવાની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કરી. આ પછી તેઓ પરિવાર સાથે તાજમહેલ નિહાળવા પહોંચ્યા હતા.

Image Source

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરિવાર સાથે તાજમહેલ જોયો, આ દરમ્યાન તેમની દીકરી ઇવાન્કા અને તેમના પતિ જેરડ કુશનરે પણ તાજમહેલ જોયો. ટ્રમ્પ અને તેમની પત્ની મિલાનિયાએ તાજમહેલ વિશે જાણકારી પણ લીધી. આ દરમ્યાન બંને ઉત્સુકતાથી ગાઈડની વાત સાંભળતા જોવા મળ્યા હતા.

Image Source

તાજમહેલ જોયા પછી ટ્રમ્પે વિઝિટર બુકમાં લખ્યું – ‘તાજમહેલ આપણને સૌને પ્રેરિત કરે છે. આ ભારતની સમૃદ્ધ અને વિવિધતા પૂર્ણ સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. આભાર ભારત.’

આગ્રા પહોંચવા પર ટ્રમ્પના સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલાનિયાએ તાજમહેલ સામે તસ્વીરો પણ ક્લિક કરાવી. સાથે જ બીજા લોકો પણ આ સમયે હાજર હતા.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા, અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને 2000માં અને 1959માં ડી આઇઝનહાવરે તાજમહલની મુલાકાત લીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.