ખબર

લગાતાર મોતથી ભડક્યું અમેરિકા, ચીનને સજા આપવા માટે તૈયાર

હાલ આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 33 લાખથી વધુ છે. કોરોનના સૌથી વધુ કેસ અમેરિકામાં સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગુરુવારે ફરી ચીન પર દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

ડોનાલ્ડ ટટ્રમ્પએ કહ્યું હતું કે, આ વાયરસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજી સાથે કનેક્શન છે. જેની સાબિતી પણ છે, કોરોના વાયરસ આ લેબમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના વાયરસને લઈને વધુ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

Image source

વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પને વાયરસથી વુહાનલિંક વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં કહ્યું હતું કે મારી પાસે તેના માટે પુરાવા છે, પરંતુ હું એ વિશે કહી શકતો નથી. મને મંજૂરી નથી. ટ્રમ્પે આ સમયગાળા દરમિયાન ચીન પર નવા ટેરિફ લાદવાની પણ વાત કરી હતી.

ચીન પર અમેરિકાએ આ પહેલા લગાવેલા આરોપ પણ નકારી દીધા હતા. જેમાં કહેવામા આવ્યું હતું કે,વાઇલ્ડલાઇફ માર્કેટથી આ વાયરસ નીકળ્યો હતો. તો બીજી તરફ ચીને આરોપ લગાવ્યો હતો કે, યુએસ મિલેટ્રીએ ચીન સુધી આ વાયરસ પહોંચાડ્યો હતો. તો બીજી તરફ થોડા દિવસ પહેલા ટ્રમ્પએ કહ્યું હતું કે, દુનિયાની સામે કોરોનનું સત્ય લઈને આવશે.

Image source

અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, WHOએ ચીનની ફેવર કરીને દુનિયાને સાચી જાણકારી આપી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પોતાને ખુદ પણ શરમ હોવી જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચીન માટે એક જનસંપર્ક એજન્સીની જેમ કામ કર્યું છે. ખરેખર ટ્રમ્પ વહીવટીતંત્રે કોરોના સંબંધિત ડબ્લ્યુએચઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. તેમજ તેના ભંડોળ પર કામચલાઉ અટકાવવામાં આવે છે.

Image Source

યુએસ ઇન્ટેલિજન્સ કમ્યુનિટિએ ગુરુવારે કહ્યું હતું કે, કોરોનાવાયરસ માનવસર્જિત નથી. કમ્યુનિટીએ કહ્યું કે અમે હાલના પુરાવા અને વૈજ્ઞાનિકોએ સહમતિથી નિષ્કર્ષ પર પહોંચ્યા છે. કોઈ પણ લેબમાં જેનેટિક મોડિફિકેશન દ્વારા બનાવવામાં આવતું નથી. વાયરસની રચના ન તો મનુષ્ય દ્વારા કરવામાં આવી છે અને ન તો તેની રચના કરવામાં આવી છે. તેમ છતાં સતત નજીકથી તપાસ કરી રહ્યા છીએ અને દરેક ખૂણાને જોઈ રહ્યા છીએ.

અહેવાલમાં જણાવ્યા અનુસાર વહીવટી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, આપણે ફરીથી અર્થવ્યવસ્થામાં સુધારવાની છે. આપણે તે કેવી રીતે કરીશું તેના વિશે સાવચેતી રાખવી પડશે. પરંતુ અમે ચીનને એક પાઠ ભણાવવાની રીતો શોધીશું કે તેમની ક્રિયાઓ સંપૂર્ણ નિંદાત્મક છે. જો કે આ ક્યારે અને કેવી રીતે થશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.