કૌશલ બારડ લેખકની કલમે

Truecaller ખરેખર તમારા બેન્ક ખાતા પર નજર બગાડી રહ્યું છે? વાંચીને ચેતી જવા જેવું

Truecaller એપનો ઉપયોગ તો આજે લગભગ સ્માર્ટફોન ધરાવનાર લોકો કરે છે. આ એપની મદદથી કોઈ અજાણ્યા નંબર પરથી આવેલ કોલ પરથી તમે જે-તે કોલ કરનાર વ્યક્તિનું નામ જાણી શકો છો. જે નામ સીમ કાર્ડમાં રજિસ્ટર થયું હોય તે અથવા તો અથવા તો તેમણે જે નામ Truecaller પર રાખ્યું હોય તે નામ ફોન આવતાની સાથે તમને સ્ક્રીન પર દેખાય છે.

પણ ઘણા લોકોને એ વિશે ખ્યાલ નહી હોય કે આ સવલત આપનાર એપ્લિકેશન ખરેખર તમને મદદરૂપ થાય છે કે મુસીબત ઊભી કરનાર? ટ્વીટર પર આ એપના એક વપરાશકર્તાને પોતાના બેન્ક અકાઉન્ટ બાબતે જે મુસીબત ઊભી થઈ છે એ તમને એક વાર તો વિચારવા માટે મજબૂર કરી દેશે. જાણો શું છે આખી વાત:

Image Source

શું છે Truecaller અને ICICI બેન્કનું જોડાણ? —

મુખ્ય વાત પૂર્વેની આ પૂર્વભૂમિકા જરા જાણી લઈએ: 2017માં ICICI બેન્ક અને Truecaller વચ્ચે એક જોડાણ થયેલું. Truecallerના યુઝર્સને નવું ફિચર મળેલું, જેમાં તેઓ UPI (Unified Payment Interface)ના માધ્યમથી કોઈ વ્યક્તિને અથવા કોઈ બેન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે. આ મામલામાં ICICI બેન્કે Truecallerને સહાયતા કરેલી.

Image Source

UPIના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરવા કોઈ નવી વાત નથી. તમારી પાસે UPIની આઇ-ડી હોય તો કોઈ ભરોસાપાત્ર એપની મદદથી તમે કોઈના પણ બેન્ક અકાઉન્ટમાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. સુવિધા એ છે, કે UPIમાં તમારું રજિસ્ટર આઇ-ડી હોય તો પછી કોઇ વોલેટ એપની જેમ તમારે પૈસા બેન્કમાંથી મોબાઇલ વોલેટમાં નાખવાની જરૂર રહેતી નથી. કામકાજ સીધું બેન્ક અકાઉન્ટથી જ થઈ જાય છે. વળી, UPIનું સંચાલન National Payment Corporation of India (NPCI) દ્વારા કરવામાં આવે છે.

Truecaller પર શી ફરીયાદ થઈ રહી છે? —

ઉપરની માહિતી અનુસાર, અન્ય એપની જેમ Truecallerમાં પણ એ સવલત આપવામાં આવી છે કે તમે UPI દ્વારા પૈસાની લેવડ-દેવડ કરી શકો. ટ્વીટર પર એક યુઝરે ટ્વીટ કરીને જણાવ્યું કે, Truecaller એપ દ્વારા એક દિવસ આપોઆપ જ એક અજાણ્યા નંબર પર મેસેજ મોકલવામાં આવ્યો. બાદમાં ICICI બેન્કમાંથી તરત મેસેજ આવ્યો, કે તમારું UPI રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે!

યુઝર પરેશાન થઈ જાય એ સ્વાભાવિક છે. પણ વધારે આશ્વર્યની વાત એ હતી કે, તેમનું ICICI બેન્કમાં અકાઉન્ટ જ નહોતું! આપોઆપ મેસેજ મોકલાવવો અને UPI માટે રજિસ્ટ્રેશન થઈ જવું – આ પ્રક્રિયા કેમ બની તે જાણવા માટે તેમણે NPCI અને ICICI બેન્ક ઉપરાંત Truecallerને પણ ફરીયાદ કરી.

Image Source

જવાબમાં Truecaller દ્વારા જણાવવામાં આવ્યું કે, આ એક બગ (ટેક્નિકલ ખામી) હતી, જેને અપડેટ આપીને નિવારી દેવામાં આવી છે. સામાન્ય રીતે દરેક સોફ્ટવેર તરફથી આવતો જવાબ અહીં પણ આપવામાં આવ્યો. સવાલ એ ઊભો થાય કે, ખરેખર હક્કીકત શું હશે?

અલબત્ત, એ તો જે હોય તે. પણ આ સ્થિતીમાં ઉચિત એ જ ગણાય, કે એવી કોઈ પણ એપનો યુઝ કરવાનું ટાળવું જોઈએ જેનાથી તમારી જાણ બહાર જ કોઈ પ્રોસેસ ચાલુ થઈ જાય. UPI માટે કોઈ એક ભરોસાપાત્ર એપનો જ ઉપયોગ કરવો બહેતર રહે છે. સમય વર્તે સાવધાન!

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks