જ્યોતિષ શાસ્ત્ર

આ સાચી રીતે હનુમાનજીની પૂજા કરવાથી દાદા થાય છે પ્રસન્ન, જીવનના તમામ કષ્ટો કરશે હંમેશા માટે દૂર

હનુમાન દાદા પૃથ્વી ઉપર અજર અમ્ર દેવ છે અને હંમેશા પોતાના ભક્તોની વૈનતી સાંભળતા હોય છે, રાત્રે અંધારામાં ડર લાગે ત્યારે પણ હનુમાન દાદાનું નામ ડર દૂર કરે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ આપણા ઘણા કષ્ટો દૂર થાય છે. એટલે જ હનુમાન દાદાને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હનુમાન દાદાની ઘણીવાર પૂજા કરવા છતાં પણ આપણને ઈચ્છીત ફળ નથી મળતું કારણ કે આપણને દાદાની પૂજા કેવી રીતે કરવી તેની સાચી માહિતી ખબર નથી હોતી, આજે અમે તમને હનુમાનજીની પૂજા કરવાની કેટલીક ખાસ રીતો જણાવવાના છીએ જેના દ્વારા દાદાની કૃપા હંમેશા તમારા ઉપર બનેલી રહેશે.

Image Source

સિંદૂર ચઢાવવાની યોગ્ય રીત:
બધાને ખબર છે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સિંદૂર ચઢાવવાની સાચી રીત નથી ખબર હોતી તો તમને જણાવી દઈએ કે હનુમાન દાદાને ક્યારેય સૂકું સિંદૂર ચઢાવવું ના જોઈએ, કાળા તલના તેલમાં ભેળવીને જ હનુમાન દાદાને સિંદૂર ચઢાવવું એ યોગ્ય રીત છે, સૂકું સિંદૂર ચઢાવવાથી દાદા પ્રસન્ન નથી થતા.

સાચા નથી કરો પૂજા:
આપણે ત્યાં એક કહેવત છે, “મન મંદિરમાં અને જીવ જૂતિયામાં”, આપણી આજ ભાવનાના લીધે આપણે ઈશ્વરની કૃપા નથી પામી શકતા માટે તમે જયારે હનુમાનજી સામે બેસી પ્રાર્થના કરતા હોય ત્યારે તમારું ધ્યાન દાડમ જ કેન્દ્રિત રાખવું, સાચા માંથી કરેલી પ્રાર્થના દાદા જરૂર સાંભળશે.

Image Source

આ રીતે બનાવો પ્રસાદ:
હનુમાન દાદાનો પ્રસાદ હંમેશા ચોખ્ખા ઘીમાં જ બનાવવો જોઈએ, જો તમે ચોખ્ખા ઘીમાં પ્રસાદ બનાવી શકો એમ ના હોય તો બનાવાયેલા પ્રસાદની જગ્યાએ તમે કોઈ ફળ પણ ચઢાવી શકો છો.

ચંદન આ રીતે લગાવવું:
જો તમે હનુમાનજીને ચંદન લગાવવા માંગો છો તો ચંદનને પહેલા કેસર સાથે ભેળવી લો, કેસર ભેળવેલું ચંદન જ હનુમાનજીને લગાવવું જો તમે કેસરના લાવી શકો એમ હોય તો કાચી હળદર સાથે પણ ચંદન ભેળવીને લગાવી શકો છો.

Image Source

હનુમાનજીને ગમતા ફૂલ:
કોઈપણ ભગવાનની પૂજા કરવા માટે આપણે અલગ અલગ ફૂલ પણ ચહડાવતાં હોઈએ છીએ, તેમ જ હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે તમે કમળ, હાજરી અને સૂર્યમુખીના ફૂલ ચઢાવી શકો છો.

પ્રસાદ ચઢાવવાની રીત:
મંદિરમાં આપણે હંમેશા પ્રસાદ ચાહળવીએ છીએ તેમ જ દાદાને પણ સવારે અને સાંજે બંને સમયે અલગ અલગ પ્રસાદડ ચઢાવવા જોઈએ. ગોળ અને નારિયેળના ગોળા અને લાડવાનો પ્રસાદ સવારે ચઢાવવો જોઈએ તેમજ ગોળ, ઘી, અને ઘઉંની રોટલી તેમજ ચુરમુ અને મોટી રોટલી પણ બપોરના સમયે પ્રસાદમાં ચઢાવી શકો છો.

Image Source

હનુમાનજીને ધરાવેલું નૈવેદ્ય કોને ગ્રહણ કરવું:
હનુમાન દાદાને જે નૈવેદ્ય પૂજાની અંદર ધરાવવામાં આવે છે એ નૈવેદ્યને પૂજા પત્યા બાદ પૂજામાં બેસનાર વ્યક્તિએ જ કરવું જોઈએ, આ પ્રસાદને કોઈ અન્ય વ્યક્તિને ના આપવો જોઈએ.

આ રીતે કરો મંત્રનો જાપ:
હનુમાનજી સમક્ષ જયારે આપણે મંત્રનો જાપ કરીએ ત્યારે એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, જયારે પણ તમે દાદા સામે મંત્રોચ્ચાર કરો ત્યારે તમારી નજર હનુમાનજીની આંખોમાં પરોવીને રાખવી જોઈએ જેના કારણે તે ફલશ્રુતિ પામે છે.

Image Source

સ્ત્રીઓ માટે ખાસ:
સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખવાનું છે કે હનુમાનજીની પૂજા દરમિયાન તેમનો સ્પર્શ ના થવો જોઈએ, કારણ કે હનુમાનજી બાળ બ્રમ્હચારી છે, જો તમારે દાદાને કઈ અર્પણ કરવું છે તો તે તમેના ચરણોમાં રાખી શકો છો, જો તમારે સિંદૂર ચઢાવવું છે તો તેને પણ તેમના ચરણ આગળ મૂકી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.