જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

જે હોટલમાં પિતા હતા ગાર્ડ, દીકરો ત્યાં જ બનાવીને લઇ ગયો તેમને મહેમાન, વાંચો આ હૃદયસ્પર્શી સાચી હકીકત

સપના કોણ નથી જોતું? મોટા-મોટા સપના જોવા અને તેને પુરા કરવાની ચાહ સાથે મહેનત કરો અને જો તમને તેમાં સફળતા મળે અને પરિવાર તમારી સાથે હોય તો સફળતાની ખુશી બેવડાઈ જાય છે. આવું જ કઈંક આર્યન મિશ્રા સાથે થયું. 14 વર્ષની ઉંમરમાં જ એસ્ટ્રોઇડની શોધ કરનાર 19 વર્ષીય આર્યન મિશ્રાના પિતા અખબારો વેચતા હતા, અને તેની માતા એક ગૃહિણી છે. આર્યનને નાનપણથી જ તારાઓ અને અંતરિક્ષમાં રસ હતો. ઘર નાનું હતું, પૈસાની પણ અછત હતી, પરંતુ આર્યનમાં કંઈક કરી છૂટવાની ભાવનામાં કોઈ જ કમી ન હતી.

 

View this post on Instagram

 

This picture is very close to my heart because this was the first flight for my mom from Varanasi to Delhi. She was very very excited. Interestingly, we didn’t get a window seat but I requested @vistara if we can get a window seat but they had the emergency exit window seat vacant which I denied because that was her first flight so they had one seat left but other two seats were not available. When we boarded the flight, I asked the other two pax if they can give up there seat so the entire family can sit together. Interestingly, both of them they gave up. I was very thankful to them. It was a very good and exciting journey for my mom. And the best part we went out on lunch same day at the airport and I paid the bill and this flight ticket also I paid from my pocket. I was very happy that I could make them smile from this small gesture and it was really big deal for my parents. My father used to work as a security guard at ITC Hotel in Delhi so in December I have booked the ITC Mughal in Agra for my parents. It will be so cool, once he worked as a security guard and now he got a chance to stay too, actually they don’t know about this yet. It’s gonna be a surprise for them. #parents #love #vistara #storyabovethesky #lookup #varanasi #mom #dad

A post shared by Aryan Mishra (@sparkastronomy) on

પોતાની જ બસ્તિની એક પ્રાઇવેટ સ્કૂલમાં આર્યન ભણવા જતો હતો. 10 વર્ષની ઉંમરે આર્યને બહારના અવકાશની દુનિયામાં રસ લેવાનું શરૂ કર્યું. જ્યારે આર્યને પહેલીવાર ટેલિસ્કોપમાંથી શનિ ગ્રહની રિંગ જોઇ હતી, ત્યારે તે સારી રીતે સમજી ગયો હતો કે તેની ઉડાન ખૂબ જ લાંબી થવાની છે અને એ માટે એ તૈયાર હતો.

માણસને કંઈપણ સરળતાથી મળતું નથી. આર્યને પોતાના માટે ટેલિસ્કોપ ખરીદવા માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. સ્કૂલે છતાં જવાથી લઈને ખાવાનું પણ છોડીને તેન ધીરે-ધીરે કરીને 5000 રૂપિયા ભેગા કરીને અંતે તેણે પોતાને માટે ટેલિસ્કોપ ખરીદી જ લીધું.

 

View this post on Instagram

 

I love this picture so much, that guys smile who is taking the selfie is beautiful. #talk #astronomy #passion #college

A post shared by Aryan Mishra (@sparkastronomy) on

જોકે, તે સમયે આર્યનના પરિવારજનોને લાગ્યું કે તે કોઈ મોટી ભૂલ કરી રહ્યો છે. પરંતુ આર્યન કે તેના માતાપિતા કોઈને જ ખબર નહોતી કે જલ્દી જ તેમનું જીવન બદલાઈ જવાનું છે. 14 વર્ષની ઉંમરે આર્યને એક એસ્ટ્રોઇડ શોધ્યો અને જોતજોતામાં તેમનું જીવન બદલાઈ ગયું.

આર્યનને મીડિયાવાળાઓએ તેની નોંધ લેવા લાગી અને આટલું જ નહીં, યુનિવર્સિટીઓએ પણ તેને લેક્ચર માટે બોલાવવા લાગી. ત્યારે તેને એ વાત સમજાઈ કે તે એસ્ટ્રોનોમી લેક્ચરર તરીકે પણ પોતાની કારકીર્દિ બનાવી શકે છે.

આર્યને પહેલા મહિનામાં જ 30,000 રૂપિયાની કમાણી કરી હતી. તેણે ટેડ ટોક આપવાનું પણ શરૂ કર્યું. આજે આર્યન 19 વર્ષનો છે અને આર્થિક રીતે સ્વતંત્ર પણ છે. આર્યનનું સપનું છે કે તે પોતાની પ્રયોગશાળા ખોલે અને અદભૂત શોધ કરે.

 

View this post on Instagram

 

One of the agenda in my life has been getting people outside and show them the stars. Somehow, I have done more than 1k observations with people in more than 100 schools and meeting 200k people. Sometimes I think I should stop but the expressions and excitement after looking through the telescope is something which never stops me to do this. When you reach your goals, come back push other, help them to reach there goals. This is called wisdom. Astronomy is something which has been inspiring so many people to find there passion and peace too. Who doesn’t likes to look up the stars! This pictures is from an event I did in The Gurukul School, Chandigarh. #astronomy #space #nightsky #telescope #lookup #stars #skydiving #india #observations #nasa #planets #science #everydayastronomy #passion #flyhigh #discover #peace #milkyway #milkywaychasers #earth

A post shared by Aryan Mishra (@sparkastronomy) on

પ્રિયજનોની ખુશી એ મનુષ્યની સૌથી મોટી જીત હોય છે. તાજેતરમાં, વારાણસીથી પાછા ફરતી વખતે, આર્યનના પરિવારજનોએ ફ્લાઇટમાં પહેલીવાર પ્રવાસ કર્યો હતો અને તેમના ચહેરાની ખુશી એ આર્યનની સૌથી સુંદર ક્ષણોમાંની એક છે. આર્યન તેના માતાપિતા માટે કોઈ કમી છોડવા માંગતો ન હતો, પછી ભલે તે ફ્લાઇટની ટિકિટ હોય અથવા મોંઘા રેસ્ટોરન્ટમાં તેના માતાપિતાને પોતાના પૈસાથી ખવડાવે.

આર્યન કહે છે કે આગામી જાન્યુઆરી તેમના માટે ખૂબ ખાસ છે કારણ કે તે તેના પિતાને તે હોટલમાં લઇ જશે જ્યાં તેના પિતા સિક્યુરિટી ગાર્ડ હતા. આ નાની-નાની ખુશીઓમાં તે પોતાનું અને પરિવારનું સપનું પૂરું થતા જોવે છે. આર્યન માટે તેમનું સાચું અંતરિક્ષ તો તેના માતાપિતા જ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.