ફૂલ સ્પીડમાં આવતી ટ્રકે મારી અચાનક બ્રેક અને પછી થઇ ગયો એવો કાંડ કે ડ્રાઈવરે સપનામાં પણ નહિ વિચાર્યું હોય, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અવાર નવાર ઘણા અકસ્માતના વીડિયો પણ સામે આવતા હોય છે, ઘણા વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જાય, ઘણા એવા અકસ્માત હોય છે જે ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જાય છે, ત્યારે હાલ એક એવીજ ઘટનાનો એક વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો, જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ચોંકાવનારા CCTV ફૂટેજ ચીનના ઝેજિયાંગ પ્રાંતના હાંગઝોઉ શહેરનું છે, જેમાં ટ્રકની પાછળ એક મોટી સ્ટીલની પ્લેટ દેખાય છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રક ડ્રાઈવર ઈમરજન્સી બ્રેક લગાવે છે, ત્યારે સ્ટીલની પ્લેટ આગળ સરકી જાય છે અને વાહનની કેબિનને કાપી નાખે છે. ડ્રાઈવરે સીટબેલ્ટ પહેર્યો હતો એટલે તે કેબિનમાં ફસાઈ ગયો. બાદમાં પોલીસે ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સદનસીબે આ ખતરનાક અકસ્માતમાં તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.

આ ક્લિપ @CatastrophicVid નામના હેન્ડલ દ્વારા 24 ફેબ્રુઆરીએ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી, જેણે અત્યાર સુધીમાં 66 હજારથી વધુ વ્યૂઝ અને 1 હજારથી વધુ લાઈક્સ મેળવી છે. 10 સેકન્ડના આ વીડિયોમાં ઝેબ્રા ક્રોસિંગ પર વાહનો રોકાતા જોઈ શકાય છે. પરંતુ પહેલા ત્યાંથી એક કાર નીકળે છે, જેની પાછળ એક ઝડપી ટ્રક આવતી દેખાય છે. પરંતુ અચાનક ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી, જેના કારણે ટ્રકના પાછળના ભાગે આવેલી ભારે સ્ટીલની પ્લેટો આગળ પડતાં તેની કેબિનનો કાચ તૂટી ગયો.

હકીકતમાં આ ક્લિપ ડિસેમ્બર 2020 મહિનામાં CatastrophicFailure નામના Reddit વપરાશકર્તા દ્વારા શેર કરવામાં આવી હતી. વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું- ટ્રકની ઇમરજન્સી બ્રેકને કારણે તેના પર લોડ થયેલી ભારે સ્ટીલ પ્લેટે વાહનની કેબિનને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી. આ ઘટના ચીનમાં 14 ડિસેમ્બર 2020ના રોજ બની હતી. ડ્રાઇવરને માત્ર સામાન્ય ઇજાઓ થઇ હતી.

Niraj Patel