મોતની ચિચિયારીથી ગુંજી ઉઠ્યો હાઇવે, ટ્રકનું ટાયર ફાટતા જ બેકાબુ બની… એક પછી એક રોડ પર ઉભેલી 3 બસોને મારી ટક્કર… 15 લોકોના મોત

હાઇવે પર ચાર નાસ્તો કરવા ઉભી રાખી બસ.. કાળ બનીને આવી ટ્રક અને ત્રણ બસોમે મારી એક પછી એક ટક્કર… 15 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

ગુજરાત સમેત દેશ્બ્ર્હામ અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે. જેમાં કેટલાય લોકો રોજ મોતને પણ ભેટતા હોય છે તો ઘણા લોકો આવા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પણ થઇ જતા હોય છે. ત્યારે કેટલાક અકસ્માત રૂંવાડા ઉભા કરી દેનારા હોય છે અને રોડ પર આવો અકસ્માત સર્જતાં જ મોતની ચિચિયારીઓ પણ સંભળાય છે.

આ હચમચાવી દેનારા અકસ્માતની ઘટના સામે આવી છે મધ્યપ્રદેશમાંથી. જ્યાં રીવા અને સિધી જિલ્લાની વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં ત્રણ બસનો અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા હતા અને 50 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને રીવા અને સિધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મોડી રાત્રે રીવાની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ પહોંચ્યા. સીએમ ઘાયલોને મળ્યા અને પરિવારજનોને સાંત્વના આપી.

આ બસો સતનામાં આયોજિત કોલ મહાકુંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાંથી સીધી પરત ફરી રહી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના સિધી જિલ્લાના મોહનિયા ટનલ પાસે બની હતી. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને રીવા અને સીધીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે કે રીવા-સતના બોર્ડર પર 3 બસો રસ્તાની બાજુમાં ઉભી હતી, ત્યારે એક ટ્રકનું ટાયર ફાટ્યું અને બેકાબુ બનેલી ટ્રકે બસને એક પછી એક ટક્કર મારી. ઘટનાની જાણ થતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે જ 8 લોકોના મોત નિપજ્યા હતા જયારે અન્ય કેટલાક લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

Niraj Patel