ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સોમવારે મોડી રાતે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં, આપાગીગાના ઓટલા પાસે ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા. આ દુર્ઘટનામાં 4 મહિલાના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 18થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તમામ લોકોને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ,લીંબડીના શિયાણી ગામનો પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવારના 4 સગા દેરાણી-જેઠાણીના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. મૃતકોમાં મગજીબેન ગોબરભાઈ રેથરિયા,ગૌરીબેન પાંચાભાઈ રેથરિયા,મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા,ગલાલબેન કાળુભાઈ રેથરિયાનો સમાવેશ થાય છે
એક જ પરિવારના 4 સભ્યોનાં મોત થતા આખા સમાજમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે. હાલ આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે તે અંગેની કરોઈ માહિતી મળી નથી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.