રેલવે ક્રોસિંગ કરી રહ્યો હતો ટેમ્પો, ત્યારે જ ટાયર ફસાઈ ગયું પાટાની વચ્ચે, અચાનક આવી ટ્રેન અને પછી… જુઓ ઘટનાના લાઈવ દૃશ્યો

જયારે આપણે કોઈપણ રેલવે ફાટક પાસ કરી રહ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે દુર્ઘટના ગમે ત્યારે સર્જાઈ શકે છે. આવી જ ઘણી દુર્ઘટનાઓના વીડિયો કેમેરામાં કેદ થતા હોય છે, જેમાં બંધ રેલવે ફાટક ક્રોસ કરવા જતા કેટલાય લોકો મોતને ભેટતા હોય છે, હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રેલવે ક્રોસિંગ પર થોડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. રેલવે ક્રોસિંગ પર માત્ર સામાન્ય લોકોની તકેદારી જરૂરી નથી પરંતુ આવતા-જતા વાહનોએ પણ ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં જોવા મળી રહ્યું છે કે એક ટ્રકનું વ્હીલ રેલવે ટ્રેકમાં ફસાઈ ગયું, થોડીવારમાં એક ટ્રેન આવી અને તેને જોરથી ટક્કર મારી.

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, લોકોએ તે શોધવાનો પ્રયાસ શરૂ કર્યો કે આ ઘટના ક્યાં સર્જાઈ ? તો તમને જણાવી દઈએ કે આ ઘટના કર્ણાટકના બિદર જિલ્લામાં ગુરુવારે સવારે બની હતી. સિદ્ધેશ્વર રેલવે ક્રોસિંગ પર એક ટ્રક ક્રોસિંગ ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક તેનું વ્હીલ ટ્રેકની વચ્ચે ફસાઈ ગયું હતું. જેમ જેમ લોકોએ જોયું કે ટ્રક આગળ વધી રહી નથી, તેઓએ આવીને મદદ કરી. ઘણા લોકોએ મળીને ટ્રકને હટાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે ટ્રેન આવવાનો સમય થયો ત્યારે બધા સમજી ગયા કે હવે આ ટ્રક બહાર નીકળી શકશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

ટ્રેનને નજીક આવતી જોઈ ત્યાં હાજર તમામ લોકો ભાગી ગયા હતા અને ટ્રેનનો લોકો પાયલોટ આ મામલો સમજી ટ્રેનને કાબુમાં લે ત્યાં સુધીમાં જોરદાર ટક્કર થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, રેલવે ક્રોસિંગ પરથી પસાર થતી વખતે ટ્રકમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રક મધ્ય રેલવે ટ્રેક પર ફસાઈ ગઈ હતી. લોકોએ તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. દરમિયાન ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો. સિગ્નલ આપીને ટ્રેનને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેનની સ્પીડ ધીમી થતાં ટ્રેન ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

Niraj Patel