ખબર

ટ્રાફિક પોલીસે ફાડયું અત્યાર સુધીનું સૌથી ભારે ચલણ, માલિકે 1,41,700 રૂપિયાનો દંડ ભરી છોડાવ્યું વાહન- જાણો વિગત

આખા દેશમાં 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ક્યાંક કેટલાક લોકો ભારે ચલણનો વિરોધ કરી રહ્યા છે, તો ક્યાંક તેઓ ચલણને કારણે તેમના વાહનને સળગાવી રહયા છે. તો કેટલાક લોકો રસ્તા પર ટ્રાફિક પોલીસ સાથે ભઈલા-બાપડા કરતા જોવા મળી રહયા છે.

Image Source

આ બધા વચ્ચે એક એવો મામલો પણ સામે આવ્યો છે કે જેમાં એક ટ્રકને 1,41,700 રૂપિયાનું ચલણ આપવામાં આવ્યું હતું અને ટ્રકના માલિકે દિલ્હીના રોહિણી કોર્ટમાં ચલણની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે. અત્યાર સુધીમાં આટલા મોટા ચલણનો આ પહેલો જ કિસ્સો સામે આવ્યો છે. ટ્રક માલિક પર ફાડવામાં આવેલું આ ચલણ અત્યાર સુધીનું સૌથી ભારે ચલણ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે રાજસ્થાનથી આવતી એક ટ્રકને ગુરુવારે ઓવરલોડિંગના કારણે ચલણ ફાડવામાં આવેલું હતું. ટ્રકના માલિકે રોહિણી કોર્ટમાં 1,41,700 રૂપિયાનો દંડ ભરીને પોતાના ટ્રકને છોડાવી લીધી છે. ટ્રકને ઓવરલોડ કરવા પર ટ્રાફિક પોલીસે ટ્રક ઉપર 70 હજાર રૂપિયાનું ચલણ ફાડીને અને ટ્રક માલિક પર વધુ માલ લોડ કરવા બદલ 70 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ત્યારે ટ્રકના માલિકે થોડાક વધારે રૂપિયા આપીને 1,41,700 રૂપિયા ભરીને ટ્રકને કોર્ટમાંથી છોડાવી છે.

Image Source

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓને છેલ્લા દસ દિવસથી ભારે દંડ અપાઈ રહ્યો છે. ત્યારે ઘણા લોકોએ પણ આ નવા કાયદાનો વિરોધ પણ કર્યો છે. એક વ્યક્તિએ તો ચલણ ફાટવાના વિરોધમાં સ્થળ પર જ તેની બાઈક સળગાવી દીધી હતી. તો ઘણા લોકોએ આ નવા નિયમનું સ્વાગત પણ કર્યું છે અને તેઓ આ નિયમને ખૂબ અસરકારક અને મહત્વપૂર્ણ હોવાનું જણાવી રહ્યાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks