કાદવ કીચડ ભરેલ રસ્તા ઉપર મોજ માણવા માટે ટ્રક ઉપર અઢળક લોકોને બેસાડીને રોલા પાડવા ગયા અને ટ્રક પડી ગઈ ઉંધી, જુઓ પછી.. વીડિયોમાં

આજકાલ લોકોને કંઈક હટકે કરવું છે, જેના કારણે તેઓ ચર્ચામાં આવી જાય, પરંતુ ઘણીવાર આવું કરવું તેમના જીવન જોખમ રૂપ સાબિત થાય છે. આવું કરવાના ચક્કરમાં ઘણા લોકો ઘવાયા છે તો ઘણા લોકો પોતાના જીવથી પણ હાથ ધોઈ બેઠા છે. સોશિયલ મીડિયામાં આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવતા રહે છે.

સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે, જેને જોઈને આપણને હસવું આવે છે, પરંતુ કેટલીકવાર આશ્ચર્ય પણ થાય છે કે આ લોકો શું કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આમાં કેટલાક લોકોએ સાથે મળીને કંઈક આવું ક્રેઝી કર્યું હતું કે તે જોયા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટી ટ્રક પર બેઠા છે. તેઓ ટ્રક સાથે કળાવ કીચડ ભરેલા પાણીમાં પ્રવેશી રહ્યા છે. ટ્રકના ટાયર પણ ઘણા મોટા છે. લોકો ખુશ છે પણ જેમ જેમ ટ્રક અંદર જાય છે. લાગે છે કે ભાઈ ટ્રક ક્રોસ કરશે. ટ્રક ધીમે ધીમે ચાલે છે. લોકો પણ મસ્તી કરતા હતા. પરંતુ ટ્રક પસાર થઈ શકી ન હતી.

ટ્રક અધવચ્ચે જ ફસાઈ જાય છે. પરંતુ તે ક્રોસ કરવામાં અસમર્થ રહે છે અને ટ્રક પાણીની વચ્ચે પલટી ગઈ હતી. દરેક વ્યક્તિ તરીને પાર કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે સાથે સાથે ઘણા લોકો મજેદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel