અમેરિકા ગયા પહેલા જ ખત્મ થઇ ગયા કેયાના સપના, વડોદરામાં એક્ટિવા સવાર બે વિદ્યાર્થીનીઓને ટ્રકે મારી ટક્કર- એકનું મોત જુઓ
ગુજરાતના વડોદરામાં એક ટ્રકે એક્ટિવા પર સવાર બે વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી, જેમાં એક છોકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં જોઇ શકાતુ હતુ કે, એક્ટિવા પર સવાર વિદ્યાર્થીનીઓને ચારરસ્તા પર એક ઝડપી ટ્રકે ટક્કર મારી અને તેમાંથી એકનું માથામાં ગંભીર ઈજાને કારણે મોત થયું. મૃતકનું નામ કેયા પટેલ હોવાનું સામે આવ્યુ છે. તે કંઈક બનવા માંગતી હતી. તેણે પોતાનું જીવન સુધારવાના કેટલાક સપના પણ જોયા હતા.

પરંતુ તે ભૂલી ગઈ હતી કે આ દુનિયામાં ઘણા બેદરકાર લોકો પણ છે. જે મોતના રૂપમાં રસ્તા પર દોડી રહ્યા છે. કેયા એક મહિના પછી અમેરિકા જવાની હતી. વાસ્તવમાં અંકોડિયામાં રહેતી જેન્સી પટેલ તેની માસીની દીકરી કેયા સાથે રવિવારે સાંજે વાગ્યા આસપાસ ટુ-વ્હીલર પર કારેલીબાગ ખરીદી માટે નીકળી હતી. કેયા એક્ટિવા ચલાવી રહી હતી, જ્યારે જેન્સી તેની પાછળ બેઠી હતી. બંને પાણીની ટાંકીથી અમિત નગર જવા માટે ટર્ન લઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ એક પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી.

જેમાં કેયા રોડ પર અથડાતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તબીબોએ કેયાને મૃત જાહેર કરી. પરિવારને કેયાના મૃત્યુના સમાચાર મળ્યા જ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો. પરિવારજનોએ જણાવ્યું કે કેયા એક મહિના પછી જ અમેરિકા જવાની હતી. તેના અમેરિકાના 10 વર્ષના વિઝા પણ મંજૂર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઘટના બાદ કારેલીબાગ પોલીસે ટ્રક ચાલક હરેશ ગોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
