ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી લગભગ દરરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર તેજ રફતાર વાહનને કારણે તો ઘણીવાર વાહનમાં ખામી સર્જાવાને કારણે તો ઘણીવાર ડ્રાઇવરના નશામાં વાહન ચલાવવાને કારણે અકસ્માત થાય છે, ત્યારે હાલ રાજસ્થાનના ભીલવાડા શહેરમાં અનિયંત્રિત ટ્રક વાહનોને ટક્કર મારતા પલટી ગઇ. આ દર્દનાક રોડ અકસ્માતમાં બાઇક સવાર યુવકની મોત થઇ ગઇ, જ્યારે કાર સવાર ચાર અન્ય ગંભીર રૂપથી ઘાયલ છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ડ્રાઇવર નશામાં ધૂત હતો.
આ અકસ્માત ચિતોડગઢ-અજમેર હાઇવે પર થયો હતો. બેકાબૂ ટ્રકે પોલિસની નાકાબંધી પણ તોડી દીધી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર બિજોલિયા નિવાસી શુભમ સોનીનું દર્દનાર મોત થયુ હતુ. રાજસ્થાનના ભીલવાડામાં રવિવારના રોજ અનિયંત્રિત ટ્ર વાહનોને ટક્કર મારતા મારતા પલટી ગઇ. આ દર્દનાક અકસ્માતમાં એક બાઇક સવારની મોત થઇ હતી. જ્યાપ્રતાપ નગર અને સુભાષ નગર પોલુસે ઘાયલોને મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને ત્યાં મૃતકની લાશને મોર્ચરીમાં રાખવામાં આવી છે.
અકસ્માતને કારણે હાઇવે પર લોકોની ભીડ ઘણીવાર સુધી એકઠી થઇ ગઇ હતી. પોલિસે બધા ક્ષતિગ્રસ્ત વાહનોને એકબાજુ કરી ટ્રાફિક જામ ક્લીયર કરાવ્યો તો. જાણકારી અનુસાર, હમીરગઢથી કોટન ભરી ટ્રકે શહેરમાં પ્રવેશ કર્યો હતો. તેણે અજમેર નજીક એક બાઇક સવારને ટક્કર મારી દીધી. તે બાદ તેણે સંતોષી માતા મંદિર બહાર ઊભેલી કારને ટક્કર મારતો અનિયંત્રિત થઇને પલટી ગયો.

પોલિસે જણાવ્યુ કે, ટ્રક ડ્રાઇવર નશામાં ધૂત હતો અને તેણે શહેરમાં 12 કિલોમીટર સુધી ઉત્પાત મચાવ્યો હતો. તેણે ત્રણેક જગ્યાએ પોલિસની નાકાબંધી પણ તોડી હતી.અકસ્માત બાદ જ્યારે ડ્રાઇવર અને ક્લીનરને લોકોએ પકડ્યો તો તે માફી માંગવા લાગ્યો, પરંતુ લોકોએ તેની ખૂબ પિટાઇ કરી. ત્યાં મૃતક શુભમના પિતાનું કહેવુ છે કે મોતના ઠીક એકાદ મિનિટ પહેલા તેમની દીકરા સાથે ફોન પર વાત થઇ હતી.